________________
બેધામૃત પરમકૃપાળુદેવને શરણે નિસ્પૃહપણે જીવવું છે અને તેને જ શરણે નિર્ભયપણે દેહ પણ ત્યાગ કરે છે. સદ્દગત શ્રીને બેજો લઈને ફરતાં હતાં તેથી હવે તે હલકાં થયાં છે. કલાજ દૂર કરી એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી આટલે ભવ પૂરો કરે છે, એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે તે તમારે સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઈની પેઠે જૈન મીરાં બની છે, તેનાં ગુણગાનમાં મસ્ત બને.
“વિઠ્ઠલ વરને વરીએ, જગથી નહીં ડરીએ; સંસારીનું સગપણ કાચું, પરણીને રડાવું પાછું
એવું તે શીદ કરીએ? વિ” પૂન આશ્રમમાં આવવાની દઢ ભાવના હશે તે થવા યોગ્ય સૌ થઈ રહેશે. ઉપરથી તે બધાની સાથે બનતું રાખવું અને જેથી લાભ થાય તે લક્ષ રાખી પ્રવર્તવું થશે તે આશ્રમમાં રહેવાથી આત્મહિત વિશેષ થવા સંભવ છે.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૩૨ અગાસ, જેઠ સુદ ૫, શ્રુતપંચમી, શનિ, ૨૦૦૬ “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રડ ધારવા.” (૧૫)
“લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” “જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ,
સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” (૧૦૭) પૂર્વ કર્મ જેવાં બાંધ્યાં છે તેવાં અત્યારે ઉદયમાં દેખાય છે તે પ્રત્યે સમભાવ રાખી વર્તવાથી તેવાં નવાં કર્મ ન બંધાય; માટે મનમાં કલેશને સ્થાન આપવા ગ્ય નથી. પ. પૂ. પ્રભુશ્રીજી બપોરે જમ્યા પછી દર્શન કરવા આવતાં બાળકે આદિને પ્રસાદી વહેંચતા. રોજ તે કંઈ ગળ્યું વગેરે હોય. એક દિવસે મોસંબીનાં છોડાં છોકરાંને અને રને આપ્યાં. બધાએ લીધાં પણ કઈ ખાય નહીં. પ્રભુશ્રીજી બેયા : “કેમ આજે પ્રસાદ ખાતા નથી? કહે છે તેમાં પ્રસાદ તે કઈ દિવસે મીઠે હોય અને કડવો પણ હોય, તેથી ખાઈ જવો પડશે.” એમ કહી બધાંને છેડાં ખવરાવ્યાં. તેમ પુણ્ય અને પાપ બને ઉદય છે તે પ્રભુપ્રસાદી ગણી, પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખી સમભાવે સહન કર્તવ્ય છે. આ મનુષ્યભવ ઉત્તમ મળ્યો છે. ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, સપુરુષને વેગ, તેની આજ્ઞા અને ધર્મ માન્ય થયેલ છે તેણે હવે તે જે બાંધેલાં છે તે કર્મ સમભાવે ભેગવી ઇષ્ટ-અનિષ્ટભાવ ન જાગે, કોઈ પણ જીવ પ્રત્યે ઠેષ પરિણામ ન થાય, દયાભાવ વધે અને સર્વનું ભલું થાઓ એવાં પરિણામે બાંધેલાં કર્મ ભેગવી લેવાં. આપણું ધાર્યું જગતમાં થતું નથી. “જીવ તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે” એમ શ્રી દયારામ ભક્તકવિ ગાઈ ગયા છે તે લક્ષમાં લેશે. “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં” એમ શ્રી નરસિંહ મહેતાએ પણ ગાયું છે. દુઃખના વખતમાં ભગવાન વધારે સાંભરે છે, સુખમાં તે