________________
૬૯૩
પત્રસુધા ભુલાઈ જવાય છે. માટે ભુરાજા આદિ ભક્તોએ દુઃખ માગ્યું છે, ઇંદ્રિયનાં સુખ સ્વપ્ન પણ ન હો એવી ભાવના કરી છે, તે લક્ષમાં રાખી નિસ્પૃહતા વધારી ભક્તિમાં રહેવાથી જગતનાં સુખોની ઈચ્છા નહીં રહે. અનાદિનું યાચકપણું–ભિખારીપણું મટી વીતરાગતા તથા સ્વાધીનતાનાં સુખ સમજાશે. માટે મૂંઝાવું નહીં અને ભક્તિને કમ ચૂકવો નહીં. અને તે તમારા પાડોશમાં કાવિઠાના મુમુક્ષુ ભાઈ છે તેમના યોગે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાનો અવકાશ કાઢો. તેવા યોગે કંઈ સદાચાર, સત્સવા કે વિચારની ચર્ચા થાય તે કરવી, સાંભળવી; પણ દેશકથા કે આડીઅવળી વાતે તેવા યુગમાં પણ કરવાને કે સાંભળવાનો સંભવ લાગે તે એકલા ભક્તિ, વાચન, વિચાર કરવો. મન ઉપર બીજી બાબતેને બે ન રાખો. કામ હોય ત્યાં સુધી તેને વિચાર કરે પડે તે કરે, પણ તેની ન જોઈતી ફિકરચિતામાં કાળ ન જતે રહે તે લક્ષમાં રાખવું. જેમ ગુમાસ્તે કામ કરે તેમ કામ કરી છૂટવું; પણ મારું છે અને ખોટ જશે કે નફે આવશે એવા વિચારમાં અમૂલ્ય મનુષ્યભવની એક પણ પળ ગુમાવવી નહીં. ભક્તિભાવ વધારે. જે કંઈ કૃપાળુદેવને આત્મસિદ્ધિ આદિમાં કહેવું છે તે સમજવું, સમજવા પુરુષાર્થ કરવો અને સમજાય તે સાચું માની તે પ્રમાણે વર્તવા ભાવ કરે. બીજું વાંચીએ તે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે તે સમજવા માટે વાંચવું છે. પરમકૃપાળુદેવે બતાવેલા માર્ગે કલ્યાણ છે તે જીવતાં સુધી ભૂલવા Àગ્ય નથી. આનંદમાં રહી સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશે જી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૩૩
અમાસ, તા. ૨૪-૫-૫૦ વિ. આપને વિવેચનસહ પત્ર મળે. વાંચી સંતોષ થયો છેજ. પુરુષનાં વચનને હદયમાં બીજની પેઠે યોગ્ય ભૂમિકા કરી વાવવાં, તેને તેમ ને તેમ છેડા વખત રહેવા દેવાં, એટલે તે સજીવન બીજ આપે આપ મૂળ તથા પાનને અંકુરને પ્રગટ કરી ઉપર પથ્થર હોય તે પણ તેમાંથી માર્ગ કરી તે ઉપર ઊગી આવે છે. જેમ જેમ મહાપુરુષનાં વચનનું બહુમાનપણું અને પિતાની લઘુતા, દીનતા તથા જિજ્ઞાસા વધે તદ્અનુસાર વચનબીજનું પ્રસરવું, ફાલવું, ફૂલવું, ફળવું થાય છે. પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા પ્રગટવાનું કારણ છે એમ પરમકૃપાળુદેવ કહે છે. પત્રાંક ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતાઓવાળે કઈ કઈ વખત વાંચવા-વિચારવાને પિતાને માટે રાખવા ભલામણ છેy.
૮૩૪
અગાસ, તા. ૨૬-૫-૫૦ તમારી ભાવના સારી છે, પણ સત્સંગની ઘણી જ જરૂર છે. તમારે દેશમાં આવવાનું બને ત્યારે સત્સંગને અર્થે અમુક દિવસ આશ્રમમાં ગાળવા ભલામણ છે.
તમે મધની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છે, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું એ મધ છે જી. મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી મધપૂડામાં જઈ પૂંઠથી છે? છે એટલે મધ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જ ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે. એટલે તમને વિચાર કરવા આ લખ્યું છે. તમારી