________________
બેધામૃત વેચનાર ગધેડીને “માજી, બેન, ડોશીમા” વગેરે શબ્દોથી અભ્યાસ પાડવા વિષે પૂ. પ્રભુશ્રીજી વાત કહેતા તે સાંભળી હશે. હવે તે બધે બેધ અમલમાં મૂકવા ત્વરાથી પુરુષાર્થ કર્તવ્ય છેજ.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૫
આસ્તા , તા. ૧૧–૧–૪૬ આપે જે આશંકા જણાવેલી છે કે દિગંબર ગ્રંથોમાં એમ જણાવે છે કે તીર્થકરે જે સમયે દીક્ષા ગ્રહણ કરે તે જ સમયે શ્રી કેવળજ્ઞાન પામે, તે શ્રી ત્રાષભદેવ અને શ્રી મહાવીર સ્વામીને ઘણાં વર્ષ પુરુષાર્થ કર્યો કેવળજ્ઞાન થયું છે તેનું કેમ? તેના ઉત્તરમાં જણાવવાનું કે મેં જે દિગંબર મહાપુરાણ વાંચ્યું છે તેમાં કઈ તીર્થંકરને દીક્ષા વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેવું વાંચ્યું નથી. શ્વેતાંબર ગ્રંથમાં તે નથી જ. કેઈ આચાર્યને અભિપ્રાય કે અભિપ્રાય વિશેષનું લખાણ આપના જોવામાં આવ્યું હશે, તેથી એવી આશંકા સંભવે છે. આપે શામાં વાંચ્યું છે તે જે જણાવવામાં હરક્ત ન હોય તે જાણવા જિજ્ઞાસા છે. બે ઘડીને સમય બતાવ્યું છે એમ આપ દર્શાવે છે, તે કેઈ અપેક્ષાએ ઘટે છે, કારણ કે જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ક્ષપકશ્રેણી માંડ બે ઘડીમાં કેવળજ્ઞાન થાય છે; પણ દીક્ષા લીધી કે તુર્ત કેવળજ્ઞાન થાય જ, એ નિયમ ઘટતું નથી. જે કંઈ સમજફેર હોય અને મન:પર્યયજ્ઞાનની વાત હોય તે તે બનવા યોગ્ય છે, કારણ કે સંયમ ધારણ કરે છે ત્યારથી શ્રી તીર્થકરને એટલી આત્મનિર્મળતા વર્તે છે કે મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે ચાર જ્ઞાનના ધર્તા તે બને છે. પણ કેવળજ્ઞાન તે શુધ્યાન દ્વારા ક્ષપકશ્રેણી પૂર્ણ કર્યું પ્રગટે છે એવો લગભગ બધા આચાર્યોને અભિપ્રાય જાણવામાં છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩-૨-૪૬ ભૂતકાળ અને આખા જગતનું વિસ્મરણ કર્યા વિના છૂટકે નથી. જે કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ક્ષણવાર પણ ન થાય, અને જે થાય છે તેનું કારણ વિચારી દૂર થાય તેમ કરવા યોગ્ય છે. હવે તે અંતવૃત્તિ તરફ લક્ષ રાખી કલેશનાં કારણ નિર્મૂળ કરવા ઘટે છે. અણુસમજણ, અસહિષ્ણુતા, પરના તરફ દષ્ટિ અને શાતાની ઈચ્છા એ જીવને મુખ્ય કલેશનાં કારણ પ્રથમ વિચારવા યોગ્ય છે.
“વિરહ પણ સુખદાયક માન. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” (૨૪)
વિચારવા અર્થે આ પરમકૃપાળુદેવનાં વચને લખ્યાં છે તે વાંચી પરમકૃપાળદેવ પ્રત્યે વિશેષ પ્રીતિ-ભક્તિ વધે તેમ કર્તવ્ય છેજ.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૭
અગાસ, તા. ૮-૨-૪૬ તત્વ છે ત્
મહા સુદ ૭, ૨૦૦૨ દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષ વિષાદ કરતા નથી, તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.” (૮૩૩)