________________
પત્રસુધા
૬૧૫
ઉપર, તેના વચન ઉપર જેટલે ભાવ રહેશે તેટલું આત્માનું કલ્યાણ થશે અને એ જ સાથે આવશે. એ જ સાચું ભાથું છે, માટે બીજું બધું ભૂલી જઈ સંતે જણાવેલું પરમકૃપાળુદેવનું શરણ અને મંત્ર એ જ આધાર છે એમ મનમાં દઢ કરી જે શરીરમાં દુઃખ થાય છે, તે સમભાવે સહન કરવું. શરીરનું જેમ થાય તેમ થવા દેવું, પણ આત્માને વાળ વાંકે થાય તેમ નથી. એવી દઢ શ્રદ્ધા રાખી પુરુષ સિવાય બીજે ક્યાંય ચિત્ત જવા ન દેવું. આ વાતની પકડ કરશે તે કામ થઈ જશે. પિતાની કલ્પનાથી કોઈને જ્ઞાની ન માનવા, પણ તે આપણને પરમકૃપાળુદેવનું ઉત્તમ શરણું આપ્યું છે તેમાં સર્વ જ્ઞાની આવી જાય છે. માટે મારે પરમકૃપાળુદેવે જાણેલે આત્મા જ માન્ય છે. તે સિવાય કંઈ મારે જોઈતું નથી, એથી વહાલું મારે બીજું કઈ નથી એ ભાવ ૬૦ કરો.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧૩
ભાદરણ, તા. ૨૯-૧-૪૭ સુલભ દેહ દ્રવ્યાદિ સૌ, ભવભવમાં મળ જાય,
દુર્લભ સદ્ગુરુગ તે, સદ્ભાગ્ય સમજાય. વિ. આજે તમારું કાર્ડ મળ્યું. વાંચી સમાચાર જાણ્યા. “યાદશી ભાવના જ સિદ્ધિર્મવતિ તાદશી " એક જ આધાર જેના હૃદયમાં છે, તેની પ્રગતિ પ્રબળપણે થાય છે. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી' એવી એક વાત છે, તે બહુ બહુ કરી સમજવા જેવી છે. અનેક વસ્તુઓમાં મહત્તા મનાઈ હોય તે તે અનેક આદર્શોમાં પુરુષાર્થ વિભક્ત થતાં નિર્બળ થઈ જાય છે એ સાચી વાત છે, તેમ છતાં અત્યારે કર્માધીન છવ છે, તેથી બધું ધાર્યું થતું નથી પણ તે પ્રસંગે ખેદ નહીં કરતાં ધાર્યું હતું તે ભૂલ હતી એમ માની કંઈ ધારવું નથી. એક પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવી એ જ સાચું જીવન છે. બીજું તે જેમ થવું હોય તેમ થાઓ. તે અર્થે હવે હર્ષ શેક કરે નથી. બનનાર તે ફરનાર નથી પણ ભાવ આપણું હાથમાં છે.
- તમે લખ્યું છે તેમ જ તત્વજ્ઞાનાદિમાં છપાયેલ છે, પરંતુ મૂળ હસ્તાક્ષર પ્રમાણે “નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે. જેવા ભાવથી પડાય, તેવા ભાવથી સર્વ કાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે.” (૮૪) “ચઢાયને બદલે “પડાય છે તે વધારે ગ્ય લાગે છે અને જેમ પડાય તેમ ટકી રહેવાય તે જ ચઢાય એમ સમજવા યોગ્ય છે. વિચારણા પિતાની શક્તિની, સંયોગોની કરવાની છે. મુખ્ય વાત ચારિત્રની આમાં છે. ચારિત્ર યથાશક્તિએ ગ્રહણ કરવું. દેશચારિત્ર એટલે ગૃહસ્થપણે પણ પાળી શકાય છે અને સંપૂર્ણ ચારિત્ર એટલે સર્વસંગપરિત્યાગી દશા. હાથીના દાંત બે ફૂટે છે, તે નીકળ્યા તે નીકળ્યા. પછી પાછા પેસે નહીં, તેમ સદ્ગુગે અલ્પ પણ ત્યાગ ને લીધે તે પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવે નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તન કાચબાની ડોકની પેઠે બહાર નીકળે ને અંદર પિસી જાય તેવાં અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણું પ્રથમ કરી પછી સદૂગુરુના ચરણમાં જઈને પડવું ને જેવા ભાવથી પડાય તેવા ભાવ છેક મરણુપર્યત ટકાવી રાખવાના નિશ્ચય અર્થે તે વાક્યો લખાયાં છે. તે વાંચી, વાસનાઓની તપાસ કરી વાસનારહિત થવા પુરુષાર્થ