________________
૬૨
બાધામૃત
૭૪૨
અગાસ, તા. ૨૭-૯-૪૭ પરમકૃપાળુદેવની અનંતકૃપાથી જે આજ્ઞા સ્મરણ ભક્તિ આદિની મળી છે તેનું બહુમાનપણું રાખી બને તેટલું આરાધન કર્યાં રહેવા આપ સર્વને વિનંતિ છે.
અનંતકાળથી જીવ પુરુષાર્થ કરતે આવ્યો છે પણ જન્મમરણ છૂટ્યા નહીં, તે એવું શું રહી જાય છે તેને વિચાર મુમુક્ષુ કરે છે. આ ભવમાં એવી કોઈ ભૂલ રહી ન જાય કે જેથી જન્મમરણ પાછાં ઊભાં રહે અને એને વિચાર વારંવાર કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે જેને દઢ વિશ્વાસ થયો છે, તેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ જે મુમુક્ષુની શ્રદ્ધા દઢ થઈ છે તેને આજ્ઞા સિવાય બીજા કામમાં પ્રવૃત્તિ કરવી પડે તેમાં કરી રસ આવે નહીં. આજ્ઞાના આરાધનથી જીવવું સફળ થશે એવું બીજાં કામ કરતાં પણ ભુલાય નહીં તે તેને વૈરાગ્ય બહુ સુલભ છે અને અવકાશ મળે આજ્ઞાઆરાધનનું કામ કર્યા જ કરે. આ વાત વારંવાર વાંચી લક્ષમાં રાખશે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૪૩
અગાસ, તા. ૭-૧૦-૪૭ “ગમે તેવા પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.”
–શ્રી લઘુરાજ સ્વામીજી આ પત્ર લખવાનું કારણ તે મથાળે જણાવેલા પૂ. પ્રભુશ્રીજીના શબ્દોની સ્મૃતિ થવાથી બે બેલ આપને લખી મેકલવા ભાવ થ. ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય સાચવવાનું હતું, બહોળા કુટુંબને માણસનું મન પણ સાચવવાનું હતું, પરંતુ સર્વોપરી કામ તે ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉઠાવવાનું હતું. તેમાં જ વૃત્તિ રાખીને બધાં કામ કરતા હતા, તે બાહુબળીજી જેવું તેમને તપ પણ કરવું ન પડ્યું. પણ માત્ર અંતરંગ સાધનાથી આરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે. પરમકૃપાળુદેવે પણ એ ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે. બહાર જગતમાં કે જાણે કે ન જાણે, પણ જેના હૃદયમાં પરમાત્મા વસ્યા છે તેને જગત તૃણવત્ છે, ઉપાધિ સમાધિરૂપ છે તથા મોક્ષલક્ષ્મી અને સ્વર્ગલક્ષ્મી તેને વરવાની સ્પર્ધા કરે છે. જેને કંઈ નથી જોઈતું, માત્ર ભગવાનની ભક્તિમાં જે લીન છે તે કૃતકૃત્ય છે. ભક્તિથી મુક્તિ ખેંચાઈ આવે છે. શબ્દોરૂપે લખેલા ભાવે વારંવાર વિચાર કરવા
ગ્ય છે. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૭-૧૦-૪૭
૭૪૪ ખાણ મૂત્ર ને મળની, રેગ-જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણને, માન ત્યજીને કર સાર્થક આમ.” – શ્રીમદ્ રાજચંદ્ર “પરમકૃપાળુદેવે શરીરને વેદનાની મૂર્તિ કહી છે, તેમાંથી અન્ય પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. પરંતુ પરમકૃપાળુદેવનાં વચને જેમ જેમ વિશેષ વિચારાશે તેમ તેમ વધારે ધીરજ રહેશે. “દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે” (૮૪૩) એ પત્રમાં ટૂંકામાં આ વાત જણાવી છે તેને વારંવાર