________________
૬૮૨
બાધામૃત. હાથે પગે કામ કરવાનું થાય છે, મન પરમકૃપાળુદેવ પ્રત્યે રાખવા યોગ્ય છે.જી. મંત્રસ્મરણને અભ્યાસ પણ વધારવા ગ્ય છેજ. કારણ કે આખરે તે જ એક આધારરૂપ છે. કર્મને વાંક કાઢ્યા વિના આટલા કાળ સુધી થયેલ સત્સંગની સ્મૃતિ કરી જેવા દિવસ આવે તેવા સદ્ગુરુશરણે પ્રસન્ન ભાવે અને સહનશીલતા સહિત ઉત્તમ રીતે ગાળવા છે એમ દઢતા રાખવી. ગોકુળમાં વસનારી ગોપાંગનાઓને શ્રીકૃષ્ણ તે ભવમાં ફરી ગોકુળ જઈને મળ્યા નથી છતાં તેમના અખંડિત પ્રેમને લીધે તે ગોપાંગનાઓ આજ સુધી ભક્તિની બાબતમાં ગવાય છે; તેમ પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણ આ ભવમાં સાધવું છે, તે તેમની કૃપાથી બની આવશે એ વિશ્વાસ રાખી આપણુથી થાય તેટલે પુરુષાર્થ કરી છૂટ. નિર્ભય રહેતાં શીખવું, કર્મથી પણ હિંમત હારવી નહીં. બધું જશે પણ આત્મા જવાને નથી એ વારંવાર સાંભળ્યું છે, તે હવે “ફિરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર' એમ સમજી નિશ્ચિતપણે સદ્દગુરુશરણે દેહની દરકાર ઘટાડ્યા કરવી અને આત્મકલ્યાણને લક્ષ રાખ. પરભાવમાં જતી વૃત્તિઓ પરમકૃપાળુદેવ તરફ દષ્ટિ કરી ભૂલી જવી એ જ હિતકારક છેજ.
પર પ્રેમપ્રવાહ બ પ્રભુસે, સબ આગમભેદ સુરિ બસે, વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.”
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૧૯
સીમરડા, તા. ૯-૩-૫૦
ફાગણ વદ ૬, ગુરુ, ર૦૦૬ कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः ।
राजचंद्रसुधासिंधुर्नमस्तस्मै स्मराम्यहम् ॥ તમારા બન્ને પત્રો મળ્યા. રાત્રે નહીં જમવાનું પૂને વ્રતરૂપે બાર માસ સુધી પાળવાની ઈચ્છા છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવના કરવા જણાવશોજી. અને બાર માસમાં પુરુષાર્થ કરી બને તે મોક્ષમાળા મુખપાઠ કરી લેવી છે એવી દૃઢતા રાખશે તે તે અંગે ઘણા લાભ થવા સંભવે છેજી. બનેથી બને તે પરસ્પર સ્પર્ધામાં ઉતાવળ પણ થાય. વાંચવું, વિચારવું અને કંઈ પણ કૃપાળુદેવનું કહેલું ચર્ચાને હૃદયમાં રહ્યા કરે તેમ કરવું છે. એમ આગળ વધવા પુરુષાર્થ કરશે. સદ્દગુરુની ભક્તિ દ્વારા અનેક દોષ, શિથિલતા, મંદ પુરુષાર્થ દૂર થઈ આત્મવિશ્વાસ વધશે અને જે જે કરીશું તે હવે સફળ બનવા જોગ છે એમ લાગશે. મનુષ્યભવ પુરુષાર્થ એ જ છે; તે ઉઠાવવાની ભાવનાને લક્ષ રહ્યા કરે તે મોક્ષમાર્ગ સમજતાં વાર નહીં લાગે. “રુચિ અનુયાયી વીર્ય, ચરણધાર સ” માટે રૂચિ વર્ધમાન થાય તેવું વાચન, વાત, વિચાર, ચર્ચા કર્તવ્ય છેજી. સંસાર અસાર છે, મિહની જાળ છે, દુઃખની ખાણ છે, તેમાં ભેગની કલ્પના એકાંતે અહિતકર્તા છે, સ્વપરના હિતની ઘાતક છે. માટે મેહનું રમકડું બનવું નથી, બીજાને બનાવવું નથી. માનવપણની ગંભીરતા મેક્ષમાળાના અભ્યાસે સમજાશે. શરીરનાં સુખ એ ચામડિયાનાં સુખ છે. તેની વાસના તજવાથી જ બીજા સુખની પ્રતીતિ આવવી સંભવે છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત (દેવચંદ્રજી). સત્સંગના વિયોગે સન્શાસ્ત્રને પરિચય વિશેષ વિશેષ કર્તવ્ય છે.