________________
પત્રસુધા
મોક્ષમાળાના પાઠ મુખપાઠ કરવા વૃત્તિ થાય તે એકાદ વખત પાઠ લખી જઈ પછી મુખપાઠ કરવાથી વિશેષ સમજાશે. જ્યાં પ્રારબ્ધાનુસાર રહેવું થાય ત્યાં સ્વપરઉપકારક શક્તિને ક્રમ આરાધ્યા રહી શ્રદ્ધા દિવસે દિવસે બળવત્તર બને તેમ લક્ષ રાખી વૈરાગ્ય ઉપશમ વડે યેગ્યતા વધારતા રહેવું ઘટે છેજ.
# શાંતિઃ શાંતિઃ શાંતિ
૮૨૦
સીમરડા, તા. ૧૭–૩–૫૦ તત્ સત
ફાગણ વદ ૧૩, શુક્ર, ૨૦૦૬ રાગ દ્વેષાદિ મજાથી, હાલે ના જે મને જળ;
તે આત્મ-તત્વ તે દેખે તે તત્વે અન્ય નિષ્ફળ. (સમાધિશતક) રેજ ભાવપૂર્વક ભક્તિ થતી હશે. એકાદ વાક્ય પરમકૃપાળુદેવનું ભક્તિ કરીને વાંચવાનું રાખવા ભલામણ છેજ. તે વાકયમાં તે મહાપુરુષને શું જણાવવું છે તે વિચારવા આજને અવકાશને વખત ગાળવે છે એમ લક્ષમાં રાખવું અને બે પાંચ મિનિટ દુકાન પર, રસ્તામાં કે ઘેર મળે તે વખતે તે વાક્યની સ્મૃતિ કરી તે ઉપર બને તેટલે વિચાર કરે. કંઈ ન બને તે તે વાક્યને સ્મૃતિમાં રણકાર રહ્યા કરે એમ લક્ષ રાખે છે. આટલે લક્ષ રાખી એક દિવસે એક વાક્ય વિચારવું. તે દિવસે અવકાશગ ન લાગે તે તે જ વાક્ય બીજે દિવસે પણ વિચારવું છે, એમ રાખવું. પણ વાક્ય બદલાય તે કંઈક ચિત્તને પણ નવીનતા અને વિચારની ફુરણાનું કારણ છે. આમ ડું વંચાય પણ વિચાર અને સ્મૃતિને બળ મળે તેવી કાળજી રાખવાની ટેવ પાડવી છે આટલે નિર્ણય કરી તેમ વર્તાય તે ઘણી જાગૃતિનું કારણ બને તેમ છે,
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સીમરડા, તા. ૧૭–૩-૫૮ “કાળ-દોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ
તેય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” વિ. તમારું કાર્ડ મળ્યું. તમે પુછાવેલું વાકય પરમકૃપાળુદેવનું લાગતું નથી. “સંયમ (શરૂઆતમાં) પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મૂંઝવે છે.(૮૦૮) એવું એક વાક્ય તેઓશ્રીએ લખ્યું છે. કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી ત્યાં સુધી સંયમમાં ઈશ્કેલી વસ્તુ મળે નહીં, અને ઈચ્છા ટળે નહીં એવી અવસ્થામાં સદ્ગુરુને બોધ જીવને પ્રાપ્ત ન થતું હોય તે ઝેર પીધાથી મૂંઝવણ થાય તેવી મૂંઝવણ જીવને સંયમમાં પણ થાય છે. શ્રી કુંદકુંદાચાર્યું પણ કહ્યું છે કે મારા દુશમનને પણ દ્રવ્યદક્ષા ન હશે. સમજણ સાચી થયા પહેલાંને ત્યાગ અને તે દિગંબર દીક્ષાને ત્યાગ જીવને ઝેર જેવું લાગે છે. કળિકાળ વિષે પરમકૃપાળુદેવે ઘણા પત્રમાં જણાવ્યું છે કે જીવને પરમાર્થની જિજ્ઞાસા ઘટી ગઈ છે તેથી પુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ થઈ પડ્યું છે અને તે યંગ વિના જીવને સાચું સુખ કદી પ્રાપ્ત થાય તેમ નથી, તેથી જે જે સુખે છવ પ્રાપ્ત કરે છે તે ઝેરરૂપ પરિણમે છે. જ્યાં શ્રદ્ધા કરે છે, સુખ શોધે છે, તે સર્વ નિરાશામાં પરિણમે છે. સાચો આધાર પ્રાપ્ત નથી થયે ત્યાં સુધી જીવને અમૃત સમાન મીઠું લાગતું હોય તે પણ તે રાગની વૃદ્ધિ