________________
૬૬૯
પત્રસુધા બાહ્ય તપ છે તેને બદલે કદી તેવા પ્રસંગ બનશે તેા સ્વાધ્યાય કે તેવા રૂપમાં અભ્યંતર તપ દ્વારાએ તે નિયમ પૂર્ણ કરીશ, એટલે હવે આંબેલ નહીં કરું. બધાને સ ંતેાષ થયા છે. આપે છેલ્લા પત્ર ઘણા હૃદયના ભાવસહિત લખેલા તે વાંચતાં મારી આંખમાં પણ આંસુ એક-બે વખત આવી ગયેલાં. હૃદયના ધર્મ એવા જ છે પણ બધાથી ઉદાસ થઈ હવે તા સમાધિમરણની તૈયારીમાં અપ્રમત્ત રહેવું આપણે ઘટે છેજી. સ`સારની અનુકૂળતા પ્રતિકૂળતા જોઈતી નથી. આત્માનું હિત થાય અને પરમકૃપાળુદેવને શરણે સ` જગત ભુલાઈ ને દેહ છૂટે ને રાગદ્વેષ કાઈ પ્રત્યે અંતરથી ન રહે એ જ પુરુષાર્થ પ્રખળપણે કવ્યું છેજી. ભક્તિ, વાંચન, વિચાર, સ્મરણમાં મન મગ્ન રાખવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૦૧
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર
અગાસ, તા. ૩૦-૮-૪૯
વિ. આપને શુભ ભાવનાવાળા પત્ર મળ્યા છે”. તેવા ભાવે। હરદમ રહ્યા કરે અને હું બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા.” એવા એક ખેલ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંના છે, તેનું વાર'વાર સ્મરણુ રહ્યા કરે તેવા અભ્યાસ પાડવા ભલામણ છેજ. ક્ષણે ક્ષણે મરણની સ્મૃતિ કરતા રહેવાથી વૈરાગ્યન્યાતિ જાગ્રત રહે અને પાપમાં વૃત્તિ જતી અટકે. માટે પરમકૃપાળુદેવે જણાવેલા જે માર્ગ તેને વિન્ન કરનાર સાત બ્યસન છે તેની જેણે તે સાચા દેવ સમક્ષ પ્રતિજ્ઞા, હાથ જોડી નમસ્કાર કરીને લીધી છે તેણે તે મનથી પણ તે વ્યસનમાં વૃત્તિ ન જાય એટલા આકરા આચાર રાખવા ઘટે છેજી. કારણ કે કર્મ તે મનના ભાવને લઈને ખરૂંધાય છે. જો મન માની જાય કે નીતિના માર્ગ જો હું ચૂકીશ તે ધર્માંના લાભ તા મને કદી મળનાર નથી તેા પાપથી અટકે. ધમના પાયા નીતિ છે, તેથી જ સાત વ્યસનને ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાના હેાય છે તે લક્ષમાં રાખી આત્માની સ'પત્તિ વ્યર્થ વિકલ્પામાં ખાવાઈ ન જાય તે માટે તે મન ઉપર મરણુના વિચારની ચાકી બેસાડવાની છે. આવતી કાલે મરવાનું નક્કી જ હાય તા આજે આપણે પાપના કામમાં પગ ન મૂકીએ. તેમ વાર વાર મરણને વિચાર આવે તેા મન અનીતિના ઘાટ ઘડવાનું, પાપમાં પ્રવવાનું માંડી વાળે. માટે જરૂર નિરાશ નહીં થતાં રેાજ પુરુષાર્થ ઉપર જણાવ્યેા છે તે શરૂ કરવા ભલામણ છેજી.
આટલાં બધાં વર્ષ જીવવાનું મળ્યું પણુ જીવે ખરી કમાણી કરવા જેવી કરી નથી. પેાતાનું કામ પડી રહ્યું છે અને પારકી પંચાતમાં ખાટી થઈ રહ્યો. હવે તે આ જીવે પોતાનું આત્મહિત સાધવાનું કામ હાથ ધરી તેમાં ઉત્સાહ દિનપ્રતિદિન વધતા રહે તેમ કરવા નમ્ર વિનંતી છેજી. બહુ વીતી થેાડી રહી, થાડીમેંસે ઘટ જાય' એ કહેવત પ્રમાણે થોડું જીવવાનું બાકી રહ્યું છે તેમાંથી ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. તેને લેખે આવે તેવી રીતે ગાળવું છે એવા નિંય કરી સન્માની આરાધના માટે કમર કસી તૈયાર થઈ જવું, વૃદ્ધમાંથી યુવાન થવું, પણ ઊંડી દાઝ દિલમાં રાખવી કે જગતને રૂડું દેખાડવા હુવે જીવવું નથી પણ રૂડા જ થવું છે. ગમે તેવી નિકટ વાટે પણ આત્મા ઊંચા આવે તેમ જ વવું