________________
૬૭૪
બેધામૃત દિવસ આ અહો ! આદિ મુખપાઠ ન કર્યો હોય તો કરવાનો નિશ્ચય કરી રોજ કરવાં, અને ભક્તિનો નિત્યનિયમ, અમુક માળા ફેરવવા ઉપરાંત એકાદ કલાક દિવસે કે રાત્રે વાંચનનો નિત્યનિયમ રાખવે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, ક્ષમાળા, સમાધિ પાન આદિ સલ્લામાંથી નિયમિત વાંચન કરવામાં લાભ છેજી. જ્યાં સુધી યુવાવસ્થા છે, જ્યાં સુધી રોગ આદિને ઉપદ્રવ નડતે નથી, બધી ઇન્દ્રિયે કામ આપે છે, ત્યાં સુધી પ્રમાદ તછ આત્મહિતમાં વિશેષ કાળ ગાળવાને વિચાર કરશે તે થઈ શકશે. પછી જ્યારે રેગ આવી પડે, ઇન્દ્રિ બગડે, ઉપાધિ વધે અને વૃદ્ધાવસ્થા કે મરણ નજીક આવે ત્યારે કંઈ બનશે નહીં. માટે પહેલેથી ચેતતા રહે તેને પાછળ પસ્તાવો કર ન પડે, અને સમાધિભાવમાં દેહ છૂટે. પરમકૃપાળુદેવને આ કાળમાં પરમ ઉપકાર છે કે “મોક્ષમાર્ગ બહુ લેપ” એવા કળિકાળમાં આત્માથીને માટે ખુલે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો છે. જેનાં ધન્યભાગ્ય હશે તેને તેમણે દર્શાવેલા મોક્ષમાર્ગમાં પ્રીતિ થશે અને ટકી રહેશે. સત્સંગનો જોગ ન હોય તે સશાસ્ત્રમાં મનને રોકવા ભક્તિ આદિ વડે પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ રાખવા ફરી ભલામણ કરી વિરમું છું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૦૮
અગાસ, તા. ૧૩-૧૧-૪૯ દોહરા – હે પ્રભુ! શી વિપરીતતા, વળગી આ ઍવ સાથ;
દેહ વિકારે લગ્ન મન, રહે સદાય અનાથ. અતીન્દ્રિય નિજ જ્ઞાન ને સુખની ને શ્રદ્ધાય કહ, ભાવના તે તણી, કેવી રીતે થાય? પણ સદ્ગુરુ વેગે થતું સશ્રદ્ધા બળવંત;
વચનગ આરાધતા, આત્મા લહું અનંત. વિ. આપને દરદનો ઊથલે મારે માંભળે. બનનાર તે ફરનાર નથી એમ ગણી, આ પૂર્વે બાંધેલું કર્મ જવા માટે આવ્યું છે તે જોગવતાં સ્મરણમાં ચિત્ત રાખવાનો પુરુષાર્થ કરે. શ્રી ગજસુકુમાર આદિ મહા ભયંકર વેદનાને સમભાવે ભેગવનાર મુનિવરોનાં અદ્ભુત પરાક્રમને સ્મૃતિમાં લાવી, તે વખતે દેહ અને આત્માની ભિન્નતાને અખંડ નિશ્ચય તેમણે ટકાવી રાખે તે ધ્યેય લક્ષમાં રાખી સમભાવની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અન્ય વિકલ્પમાં જતું ચિત્ત રોકીને પરમ પુરુષની દશાને ચિંતવવી હિતકર છેજી. હાડકાંના માળા જેવું શરીર પરમકૃપાળુ દેવનું થઈ ગયું છતાં તેમણે આત્મભાવના પિષી છે, તેમ શરીર અશક્ત અને દુઃખદાયી નીવડે ત્યારે આત્માને પુષ્ટિકારક એવાં પરમકૃપાળુદેવના વચને પરમ ઔષધમય માની વૈરાગ્ય અને સંગમાં વૃત્તિ રહ્યા કરે તે પુરુષાર્થ નવીન કમને રોકનાર બને છેજ. આત્મઆરોગ્યની જ ભાવના કર્તવ્ય છેજી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૫-૧૧-૪૯, મંગળ ભજવા પરમકૃપાળુને, સહજ સુખે ભરપૂર; એ આદર્શ ઉપાસવા, બન તન્મય, હે શૂર!