________________
પત્રસુધી
૬૫૫ આપણને પ્રાપ્ત થવા ગ્ય છે એમ જાણી સંસારના સર્વ પદાર્થો કરતાં પરમકૃપાળુદેવ, તેમનાં વચને અને તે દ્વારા સમજી શકાય તેવી તેની આત્મદશા પ્રત્યે સર્વોત્તમ પ્રેમ પ્રગટે તેમ કર્તવ્ય છે). આ બધા માટે વૈરાગ્યની જરૂર છે). જગતના પદાર્થોમાં પ્રેમ છે તે ઉઠાવી પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળ્યા વિના આ સંસારસાગર તરી શકાય તેમ નથીજી.
“પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હો તે જેડે એહ;
પરમ પુરુષથી રાગતા, એકત્તા હે દાખી ગુણગેહ.” -શ્રીમદ્દ દેવચંદ્રજી આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલ બીને શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા આપ સર્વને નમ્ર વિનંતી છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૭૫
અગાસ, તા. ૧૨-૯-૪૮ સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કેઈનાં નવ ટળે, રઘુનાથના જડિયાં. પૂ...ની માંદગી સંબંધી જાણ્યું. સાથે ભક્તિ કરવાનું બને તેટલું રાખશે. મંત્ર-સ્મરણ કરવાને વધારે અભ્યાસ પાડે એવી ભલામણ છે. શરીરના કારણે પહેલાંની પેઠે ભક્તિ ન થતી હોય, તે કારણે ક્લેશિત થવું યોગ્ય નથી. બને તેટલું કરી છૂટવું અને ન થાય તે ભાવના કરવી કે હે ભગવંત, વ્યાધિ-પીડાને લઈને મારાથી કંઈ બનતું નથી. પણ અહોરાત્ર તમારા કહેલા રસ્તામાં હું રહું એવી મારી આકાંક્ષા ને વૃત્તિ થાઓ એવી ભાવના રહ્યા કરે એ પણ ભક્તિ છે. બને તેટલી જ્ઞાની પુરુષની કહેલી આજ્ઞા ઉઠાવવી, એટલે વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, મંત્રનું સ્મરણ વગેરેમાં વૃત્તિ રાખી, જેટલી આજ્ઞા ઉઠાવાય તેટલું આત્માનું હિત છે એમ ગણી સંતેષ રાખે; અને આનંદ માનવે કે મનુષ્યભવ છે
ત્યાં સુધી આ બને છે. દેહ છૂટી ગયા હોત તે આટલી પણ ભક્તિ ક્યાંથી થાત? એમ વિચાર રાખે, પણ ખેદ કરવા યોગ્ય નથી. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં, મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૭૬
અગાસ, તા. ૧૩-૯-૪૮ યથાશક્તિ પરમકૃપાળુદેવે જણાવ્યા પ્રમાણે પરિણતિ સુધારવા તરફ લક્ષ આપતા હશો. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે તે પણ પરમકૃપાળુદેવ પ્રત્યે લક્ષ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળદેવનું સ્વરૂપ સમજવા તેમના વચનને ઊંડો અભ્યાસ કર્તવ્ય છે. તે પરમપુરુષની દશા સમજવા માટે વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ કરવી, તેની ભક્તિમાં જોડાવું ઘટે છે. વધારે વખત ન હોય તે એકાદ વચન ભક્તિ કર્યા પછી વાંચવું, પાંચ દશ મિનિટ વિચારવું અને તેમાં જણાવેલા ભાવ દિવસમાં ઘણી વખત યાદ આવે તેમ કરવા યોગ્ય છે. રોજ એક એક વાક્ય પણ યથાર્થ વિચારાશે, તેની ભાવના આખો દિવસ રહ્યા કરશે તે કલાકના કલાકે વાંચ્યા કરતાં વિશેષ લાભ થવા યોગ્ય છે. તેટલું પણ ન બને તે મંત્રમાં ચિત્ત વારંવાર રહ્યા કરે અને પરમકૃપાળુદેવને ઉપકાર સાંભર્યા કરે તેમ કર્તવ્ય છે”. “તમારા