________________
પત્રસુધા
૬૫૭ શકે તેમ છેજ. પરસ્પરના સહવાસથી મુમુક્ષતા હોય તે વર્ધમાન થાય, સપુરુષના ગુણગ્રામથી પરમ પુરુષ પ્રત્યે પ્રેમભાવ વધે આદિ અનેક કારણે જીવને નિર્મળ વિચારોની પ્રેરણું થવાનું બને. કંઈ ન બને તે સ્મરણ અને નિત્ય નિયમ અપ્રમત્તપણે આરાધવા યોગ્ય છેજી. શ્રદ્ધા એ જ સર્વ ગુણે પ્રગટવાનું મૂળ છે. પરમકૃપાળુદેવનું શરણ મરણપયત અચળ ટકાવી રાખવું ઘટે છે.
» શાંતિઃ
અગાસ, તા. ૨૧-૧૧-૪૮ સ્વપ્ન જેવા આ સંસારમાં કંઈ સાથે આવનાર નથી. મનુષ્યભવને પૈસા અર્થે વ્યર્થ ગાળી દેવા યોગ્ય નથી. બચે તેટલે વખત બચાવી અપ્રમાદપણે જ્ઞાનીની કોઈ પણ અલ્પ આજ્ઞા પણ ઉઠાવશે તેનું મહદ્ ફળ પ્રાપ્ત થશે, તે કહી શકાય તેવું નથી. તે આ જગતની જૂઠી રેશનીમાં અંજાઈ ન જતાં દરરોજ મરણને વિચાર કરી જ્યાં સુધી તે પળ આવી પહોંચી નથી ત્યાં સુધી સ્મરણભક્તિને લહા લઈ લેવા યોગ્ય છે. આવી સામગ્રી ફરી ફરી મળવાની નથી, માટે ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ લૂંટમલ્ટ લાભ લઈ લે. આત્મહિતમાં જાગ્રત જાગ્રત રહેવું ઘટે છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૧
અગાસ, તા. ૨૪-૧૧-૪૮ પરમકૃપાળુદેવ પ્રત્યે જેનું હૃદય સંતના કહેવાથી દઢ ભક્તિભાવવાળું બન્યું છે તેવા મુમુક્ષુજનના સમાચાર પણ તે પરમપુરુષની સ્મૃતિ આપે છે. આ ભવ એક પરમકૃપાળુદેવની ભક્તિ અર્થે જ ગાળ છે, એ જેને નિશ્ચય છે અને જગતનું માહાભ્ય જેના હૃદયમાં રહ્યું નથી, પરદેશી પંખીની પિઠે સપુરુષના વિશે તેની સ્મૃતિ અને વચનના આધારે જે કાળ ગાળે છે તેવા વિરહી ભક્તોની ચરણરજ મસ્તકે ચઢાવવાની ભાવના રહે છેજી.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૨
અગાસ, તા. ૨૯-૧૧-૪૮ જ્ઞાની કે અજ્ઞાન જન, સુખદુઃખ રહિત ન કેય;
જ્ઞાની વેદે હૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” – શ્રીમદ્ રાજચંદ્ર આપે પત્રની માગણી કરી તેના ઉત્તરમાં જણાવવાનું કે “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે.” (૩૭) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તથા શ્રી રામ, પાંડ અને શ્રી ગજસુકુમારના દુઃખનું દષ્ટાંત આપી, આપણું દુઃખને કંઈ હિસાબ નથી એમ સૂચવ્યું છે તે વારંવાર લક્ષમાં લેવા ગ્ય છે. શરીરના દુઃખમાં બીજું કઈ પ્રત્યક્ષ નિમિત્ત દેખાતું નથી એટલે ત્યાં સમભાવ રહે સહેલ છે પરંતુ “આ મને કલેશનું તથા દુઃખનું નિમિત્ત છે એમ દેખાય છે ત્યાં સમતા રહેવી મુશ્કેલ પડે છે. તે પણ મુમુક્ષુ જીવે તે જે અઘરું હોય તેમાં પણ પરમકૃપાળુદેવની પરમ કૃપા સમજી, આથી મને વિશેષ લાભ થવા સંભવ છે એમ વિચારી, વિશેષ વીર્ય ફેરવી પરના દેષ. નહીં જોતાં પિતાને એવું નિમિત્ત ઉપકારી છે એવું જાણી, તેના પ્રત્યે દ્વેષ ન થવા દેતાં ઉપકારબુદ્ધિ રાખવી અને
42