________________
६९२
બેધામૃત
૬૦.
અગાસ, તા. ૧૫-૩-૪૯ “મનને શોધી પ્રેમથી કરજે અતિ નિર્દોષ અનન્ય ભક્તિ દઢ કરી, પામ બહુ મતેષ, નાન વૈરાગ્ય વધારજો, ભજજે જગદાધાર
મન ઇંદ્રિય વશ રાખજે, તજજે સ્થૂલ વિચાર.” આપને પત્ર પ્રાપ્ત થયું. વાંચી સમાચાર જાણ્યા છેજ. ધર્મધ્યાત તરફ વૃત્તિ સારી રહે છે એમ જાણી સંતેષ થયે છેજ. અનાદિકાળની વાસનાઓ ધુમાડાની પેઠે આપે આપ
સ્ફરી આવી જીવને ધર્મધ્યાનમાં વિશ્વ કરે છે તેવે વખતે પરમકૃપાળુદેવનું શરણુ, તેમની નિર્વિકાર મુખમુદ્રા અથવા પ. પૂ. પ્રભુશ્રીજીનું સ્મરણ, તેમને પરમ ઉપકાર આદિ ભૂતકાળના સમાગમમાં વૃત્તિ વાળવાથી જીવને બળ ખુરી શાંતિ થવા યોગ્ય છે. કોઈ વખત કર્મની વિશેષતાને લીધે વારંવાર વિક્ષેપ થયા કરે તે આત્મનિંદા કરી કર્મ બંધાશે તેનાં ફળ કેવાં ઉદય વખતે દુઃખ દેશે તેને ચિતાર મનમાં ખડો કરવાથી કમબળ મંદ પડે અને ધર્મધ્યાનમાં વૃત્તિ જોડાય. તેમ છતાં મન ન ગાંઠે તે તેવી પ્રવૃત્તિમાં મારું બળ કંઈ ચાલતું નથી, માટે હે પ્રભુ! આપનું જ એક શરણ છે એવી પ્રાર્થના દીનપણે પરમકૃપાળુદેવ પ્રત્યે કરવી અને મને કહેવું કે તારે જે કરવું હોય તે કર, હું તે માત્ર જોયા કરીશ. એવી વૃત્તિ રા...ને દ્રષ્ટા તરીકે રહેવું, પણ કર્મના ઉદયમાં મીઠાશ માનવી નહીં.
બીજું, નિયમ કરતાં પહેલાં વૃત્તિ બળવાન કરવાને અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ થયા પછી નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લે ઘટે છેછે. અભ્યાસને માટે એક દિવસ કે રાત્રિ અથવા અમુક પ્રહર પણ રાખી શકાય. પિતાની શક્તિ ઉપરાંત નિયમ ન લે અને જેટલી શક્તિ હોય તેની વૃદ્ધિ થતી રહે તે પુરુષાર્થ કરે. મેક્ષમાળામાં “જિતેન્દ્રિયતા અને પ્રત્યાખ્યાન' નામના બે પાઠ છે તે લક્ષ રાખીને વાંચવાથી માર્ગદર્શકરૂપ થાય તેવા છે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.”(૮૧૯)
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩૦-૩-૮૯
૭૯૧ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહુ વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” (૧૫) આપને પત્ર આજે મળે છે. વાંચી સમાચાર જાણ્યા છે. નાહિંમત થવા જેવું નથી; આપણાથી થાય તેટલું કરી છૂટવું. તબિયત સારી ન હોય તે કારણે મુલતવી રાખવું પડતું હોય તે વાંધે નથી, પરંતુ સારું પરિણામ આવે એવી આશાએ મુલતવી રાખવા ગ્ય નથી. “ગ્યેવાધિકા તે મા નુ કાચન ” એમ વિચારતાં આ પરીક્ષાને પ્રસંગ જ કરવા જેવું નથી. વહેલું પતી જતું હોય તેને લંબાવવામાં કંઈ માલ નથી. નિષ્ફળતા મળે તે પણ નિરાશ થવા જેવું નથી. પરીક્ષા કંઈ આપણુ શક્તિ લૂંટી જતી નથી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ