________________
૫ત્રસુધી
૬૬૩
૭૯૨
અગાસ, તા. ૨૦-૪–૨૯.
ચૈત્ર વદ ૮, બુધ, ૨૦૦૫ સંસારનલમાં ભલે ભુલાવી વિન્નો સદા આપજે, દારા સુત તન ધન હરી, સંતાપથી તાવજો, પણ પ્રભુ ના પૈર્ય મુકાય એમ કરજો, હદયે સદા આવજો,
અંતે આપ પદે શ્રી સદ્દગુરુ પ્રભુ સમતાએ દેહ મુકાવજે. જેને વિદ્યમાન સન્દુરુષને વેગ થયે છે, સત્સાધન મળ્યું છે અને અંતરથી છૂટવાની સાચી જિજ્ઞાસા જાગી છે તેને ગમે તેવા પ્રારબ્ધના સંગે આવી પડે તે પણ તેનું મન સપુરુષે કહેલું છે તે સિવાય બીજી બાબતને મહત્તા ન આપે. જગતની કઈ વસ્તુ આપણને સંસારમાંથી તારનાર નથી. માત્ર પ્રમાદ અને અજ્ઞાન જીવને મૂંઝવે છે. સાચી શિખામણ પ. પૂ. પ્રભુશ્રીજીની વિસરાય નહીં એ સદા લક્ષમાં રાખવા વિનંતી છે જ. ઘણી વાર સાંભળ્યું છે કે “તારું ભૂંડું કરે તેનું પણ ભલું ઈચ્છજે.” હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાઓ, બધાનાં જન્મમરણ ટળે અને સાચું શુદ્ધસ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાઓ. આવી ઉત્તમ ભાવના રાખવાથી આપણું અને સર્વ જીવોનું કલ્યાણ કેઈ અંશે થવા સંભવ છે. એનું નામ મૈત્રીભાવના છે. વૈરાગ્ય વધે તેવું મેક્ષમાળા, સમાધિસોપાન કે વચનામૃત વાંચતા રહેવા ભલામણ છે. “મરણ સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૩
અગાસ, તા. ૨૩-૪-૪૯ આપે પુછાવેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે કોઈ જ્ઞાની પુરુષે બાહ્ય ક્રિયાને નિષેધ કર્યો નથી. ધાર્મિક ક્રિયા પુણ્યનું કારણ છે, પરંતુ પ્રથમ કરવા ગ્ય શું છે તે વિષે પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર (પત્રાંક ૪૯૧) લખ્યું છે તે વિચારશે. આમાં યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરવાને કહ્યો છે, તેને ભાવાર્થ એ છે કે આત્મજ્ઞાન થવાનાં નિમિત્તોને મુખ્ય કરી પ્રતિક્રમણાદિને આગ્રહ નહીં રાખતાં, સત્સંગે થયેલી આજ્ઞા જેટલી વધારે ઉપાસાય તેમાં વિશેષ હિત છે. પ્રતિક્રમણદિ શ્રાવકની ક્રિયા મુખ્યપણે પાંચમે ગુણસ્થાનકે આવેલા આત્મજ્ઞાનીને ગ્ય છે, તે પહેલા આત્મજ્ઞાનના લક્ષે, પુણ્યને લક્ષ ગૌણ કરીને કરવામાં આવે તે તેમાં હરકત નથી. પરંતુ જેમાં સમજણ ન પડે અને રૂઢ ક્રિયામાં ધર્મને નામે કાળ ગાળે, તે કરતાં જ્ઞાની પુરુષનાં વચનેમાં ભક્તિભાવપૂર્વક કાળ ગાળે તે વિશેષ લાભ થવા સંભવ છે. બાર વ્રતને માટે પણ તેમ જ વિચારશે. આત્મજ્ઞાન થયા પહેલાં જે વ્રત કરાય છે તેને લક્ષ આત્મજ્ઞાનને હોય તે કઈ રીતે ઉપયોગી છે, નહીં તે મેટે ભાગે અહંકારનું કારણ થઈ પડે છે. અત્યારે તે કૃપાળુદેવનાં વચનમાં વિશેષ કાળ જાય અને તે વચનેને ગંભીર ભાવે ઊંડો અભ્યાસ થાય તે જ કર્તવ્ય છે. પરમકૃપાળદેવને છે કહેવું છે તે સમજી, યથાશક્તિ તેમનું હૃદય સમજી, તેમને પગલે જ ચાલવું છે એ લક્ષ રાખવા ભલામણ છે. શ્રાવક કહેવરાવવા કે લેકમાં સારું દેખાડવા કંઈ કરવું નથી, પણ વૈરાગ્ય-ઉપશમ વધે અને પિતાની પરિણતિ તરફ લક્ષ રહ્યા કરે તથા ન્યાય-નીતિનું ઉલ્લંઘન ન