________________
૬૩૭ )
પત્રસુધા આ પત્ર મળે ત્યારથી તેવી કોઈ ગોઠવણ કરવા વિનંતી છેછે. જ્યાં બને ત્યાં જાતે કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૫૨
અગાસ, તા. ૨૮-૪-૪૮ તમે સ્યાદ્વાદ સંબંધે પુછાવ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે ભગવાને જે જણાવ્યું છે તે અનેક ભેદે સમજવા ગ્ય છે. તેમાંના એક ભેદ વિષે વાત કરવી હોય ત્યારે સ્વાવાદ આમ પણ સમજવું એમ પણ કહેવાય છે, એટલે અનંત ભાવમાંથી એક ભાવ વિષે જણાવ્યું તેની મુખ્યતા થઈ પણ બાકીના બીજા બધા ભાવ ગૌણપણે લક્ષમાં છે એમ જણાવવા માટે સ્યાદ્દવાદ શબ્દ વપરાય છે, કે સ્યાસ્પદ પણ કહેવાય છે.
આજે પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ નિમિત્તે સારી ભક્તિ થઈ હતી. તે પુણ્યને ઉદય હોય તે સત્સંગ-ભક્તિને લાભ મળે છે. તેમ ન બને તે ભાવના સત્સંગ-ભક્તિની કર્તવ્ય છે. જ્ઞાની પુરુષના વિયેગમાં તેમના વચને ગ્યતા પ્રમાણે જીવના ભાવ સુધારવામાં મદદરૂપ થાય છે, તેથી કરીને અવકાશ કાઢીને નિત્યનિયમ ઉપરાંત મોક્ષમાળા, સમાધિસો પાન કે મોટા વચનામૃતમાંથી અનુક્રમે વાંચતા રહેવાને અભ્યાસ રાખશેજી. અનાર્ય જેવા દેશમાં પિતાનું આત્મબળ સદ્ગુરુના વચનથી વધતું રહે તેમ કર્તવ્ય છેજ. વિશેષ પ્રતિબંધો દુઃખદાયી માની ઓછા કરતા રહેવાની જરૂર છે. જરૂર પૂરતાં કામ પરવારી પરમકૃપાળુદેવના વચનમાં વૃત્તિ જોડવાને અભ્યાસ પાડતા રહેશે. મરણને ભય માથે ગાજે છે, તેમ છતાં જીવને પ્રમાદમાંથી પ્રેમ ઘટતું નથી એ એક આશ્ચર્ય છે. જેનું ફળ પરંપરાએ પણ ધર્મ આવે તેવું ન હોય તેવી ઇચ્છાઓ ઓછી કરતા રહેવાની જરૂર છે. જિંદગીને પાછલે ભાગ વિચારીને શિખામણ લેવાની જરૂર છે કે આટલાં બધાં વર્ષો જેમાં ગાળ્યાં છે તેવા નિરર્થક વિષય માટે હવેની જિંદગી ગાળવી નથી, પરંતુ સમાધિમરણમાં મદદ કરે તેવા ભાવમાં, તેવા સાધનોમાં વૃત્તિ રહ્યા કરે એમ કર્તવ્ય છે. કેટલી બધી ઉપાધિની ભીડમાં પરમકૃપાળુદેવે આત્મભાવના ટકાવી રાખી છે તે વારંવાર વિચારી અલ્પકાળમાં આત્મહિત કરી લેવા માટે બહુ જ કાળજીપૂર્વક જીવન ગાળવા યોગ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૫૩
અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૪ જે તે યુવાન હોય તે ઉધમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર.
જે તે સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મ કરણને સંભાર; – દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર.” – પુષ્પમાળા
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન” – શ્રીમદ્ રાજચંદ્ર ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ –
મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ.”