________________
પત્રસુધા
૬૫૧ ત્રીજું – ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે? અનુમવું છે? તેવું બન્યું હોય તે તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા.
ચોથું મૈથુન – મનવચનકાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દે દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારેથી આત્મનિરીક્ષણ કરવું.
પાંચમું પરિગ્રહ-લેભને વશ થઈ જીવને આજે કલેશિત કર્યો છે? પાંચ ઈન્દ્રિયમાંથી વધારે મૂછ ક્યા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ધન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે?
છ ક્રોધ - કોઈની સાથે અગ્ય રીતે કોઇ થયે છે? કોઈને કહેવાથી ખોટું લાગ્યું છે? કેઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેરવિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા.
સાતમે માન – પિતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. - આઠમે માયા – કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કઈને ભેળવી લેભ આદિ વધાર્યો છે?
નવમે લેભ – પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લેભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી.
દશમે રાગ – જેના જેને પ્રત્યે રાગ છે, તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પિતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ એ છે કરે છે એ લક્ષ રહે છે? વગેરે વિચારવું.
અગિયારમે – ધ્રૂષ પણ તેમ જ. બારમે – કલહ થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખ્યાન - કેઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પશુન્ય – કેઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે – રતિ-અરતિ ભાવે દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પર પરિવાદ- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ– માયાથી જૂઠું બોલવું થયું છે?
અઢારમે મિથ્યાત્વશય– આત્માને વિપરીત પણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યધર્મીના ગે થયેલી વાત વિચારી જવી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ