________________
પત્રસુધા હોય તે બેવડું કરી ગાળવાથી પાણીની શુદ્ધિ રહે અને જંતુઓ પાર ન જાય; તેથી વાળા વગેરે રોગો પણ ન થાય અને જીવહિંસાનું પાપ ન લાગે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જીવજંતુએની અપૂર્ણ તપાસ, એંઠા વાસણ રાત્રે રહેવા દીધાં હોય, ઓરડા વગેરે સ્વચ્છ ન રાખ્યા હેય, આંગણામાં પાણી ઢોળવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, ઇત્યાદિ ક્રિયાઓ અનાથી થાય છે, અને કાળજી રાખી હોય તે સ્વચ્છતા, આરોગ્યતા આદિ સુંદર ફળ પ્રાપ્ત થાય અને ધર્મનું આરાધન પણ થાય.
(૭) પ્રશ્ન – ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી?
ઉત્તર – મોક્ષમાળામાં ધર્મધ્યાન વિષે ત્રણ પાઠ ૭૪-૭૫-૭૬ આપ્યા છે તે વાંચશે. તેથી ધર્મધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે. હાથ-પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રેકવી તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી જ્ઞાની પુરુષે છપદના પત્રમાં, આત્મસિદ્ધિમાં કહેલ છે તેને વિચાર કરી “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ” એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થ ચિંતન વગેરે “જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી તે પણ ધ્યાન છે.
(૮) પ્રશ્ન – પરિગ્રહને ત્યાગ એટલે શું?
ઉત્તર – ખેતર, ઘર, દાસ, દાસી, સોનું, રૂપું, ધન, ધાન્ય, કપડાં, વાસણ વગેરેને સંગ્રહ મમતાપૂર્વક કરવો તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. એ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ કહ્યો છે. અંતરંગ ચૌદ પ્રકારે પરિગ્રહ છે. ૧. મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ, ૨. કો, ૩. માન, ૪. માયા, ૫. લેભ, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯, ભય, ૧૦. શેક, ૧૧. દુગછા, ૧૨. પુરુષને સ્ત્રીભેગની ઈચ્છા, ૧૩. સ્ત્રીને પુરુષભેગની ઇચ્છા, ૧૪. સ્ત્રીપુરુષ બને પ્રત્યે વિકાર રહ્યા કરે તે નપુંસક ભાવ છે. ઉપર જણાવેલા ૧૦ બાહ્ય ભેદે અને ૧૪ અંતર ભેદમાંથી જેટલાને ત્યાગ થાય તેને પરિગ્રહ-ત્યાગ કહે છે. ટૂંકામાં મારાપણું કે મમતા ઓછી કરી સમતાભાવમાં રહેવું તે પરિગ્રહત્યાગને મર્મ છે.
તમારે પત્ર મળે. તમારા ભાવ સારા ભક્તિમય રહ્યા કરે છે, તેવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ રહ્યા કરે તે કલ્યાણ થવામાં વાર ન લાગે. પરમકૃપાળુદેવ દરેક કામ કરતાં યાદ આવે, ક્ષણ પણ ભુલાય નહીં એમ કરવા વિનંતી છે. પરમ ઉપકાર પરમકૃપાળુદેવને છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માને ઉપદેશ આપે, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી ભિન્ન આત્મા જણાવ્યા અને બીજા બેટા માર્ગેથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષને માર્ગ બતાવે માટે એમના જેવો કઈ એ આપણું ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણુ ગુરુ છે, તે જ આપણે પૂજવા ગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા લાગ્યા છે. તે જ આપણું બંધવ, રક્ષક, તારનાર, ધણી અને