________________
૬૪૮
મેધામૃત
પાસેથી લેજે.” (૭૬) માટે સદ્ગુરુ દ્વારા સન્દેવ એટલે સ`પૂર્ણતા પામેલી વ્યક્તિ તથા સધર્મ એટલે તે પૂર્ણ પુરુષાના કહેલા મોક્ષમાર્ગ સમજવા ઘટે છે.
આ ત્રણ કારણેા(સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુ)ની ઉપાસનાથી પાતાના આત્માની યથાર્થ શ્રદ્ધા કરવી તે નિશ્ચય સમ્યક્દન છે. તે થવા માટે નીચેની સાત કર્મ પ્રકૃતિને અભાવ થવા ઘટે છે — ૧. મિથ્યાત્વ એટલે દેહને આત્મા મનાવનારું કર્મ, નાશવંત ચીજોને હમેશાં રહેનારી મનાવનાર તથા મળમૂત્રથી ભરેલા ગંદા દેહાર્દિક પદાર્થાને સુંદર મનાવનાર કર્મ; પોતાનું નહીં તેને પેાતાનું મનાવનાર કુબુદ્ધિ. ૨. જે ધર્મ જીવને કલ્યાણકારી હાય તે સુધર્મ, સુદેવ કે સુગુરુ પ્રત્યે ક્રોધ કરાવે તેવું કર્મ. ૩. માન કરાવે તેવું કર્મ. ૪. માયા કરાવે તેવું કર્મ. ૫. સાંસારિક લાભની તેવા ધર્મ કરીને આશા રખાવે તેવું કર્મ. એ પાંચે વિશ્નો દૂર થયે માત્મા આત્મારૂપે મનાય છે તેને સમ્યક્દન નામના આત્માના એક ગુણ કહ્યો છે. ઉપર જણાવેલાં ત્રણ તત્ત્વા (સન્દેવ, સદ્ગુરુ, સદ્ધર્મ) યથાર્થ સમજાય અને આત્મા તથા મેક્ષમાગ માં ઉપયાગી સાત તત્ત્વા— જીવ, અજીવ, આસવ, સંવર, મધ, નિર્જરા ને મેાક્ષ — એ સાત તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય વ્યવહાર સમ્યજ્ઞાન છે, તથા તે જ્ઞાન ઉપર જણાવેલા સમ્યક્દન સહિત હોય તે સમ્યજ્ઞાન નિશ્ચયથી ગણાય છે, એટલે આત્માને યથાર્થરૂપે જાણવા તે નિશ્ચયથી સમ્માન છે, પુસ્તકોનું જ્ઞાન તે વ્યવહારજ્ઞાન છે. સાધુપણાના સદાચાર તે વ્યવહારથી સમ્યક્ચારિત્ર એટલે સદાચાર છે, અને સમ્યક્દન અને સમ્યજ્ઞાનથી યથાર્થ જાણેલા અને માનેલા આત્મામાં સ્થિરતા થવી તેને સમ્યક્ચારિત્ર કહે છે. સમ્યક્દન જેને હાય તેને સમ્યક્દૃષ્ટિપુરુષ કહેવાય છે. મેાક્ષમાળામાં તત્ત્વાવબાધ પાઠ ૮૨ થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી.
(૬) પ્રશ્ન — યત્ના એટલે શું ?
ઉત્તર — મેાક્ષમાળામાં ૨૭મો પાઠ યત્ના વિષે છે, તેમાં વિસ્તારપૂર્વક જણાવેલું છે. ટૂંકામાં ધર્મ અને વ્યવહારની ક્રિયાએ કરતાં પાપ ન થાય તેવી કાળજી રાખીને પ્રવવું તે યત્ના કહેવાય છે. ચાલતાં જોઈને પગ મૂકવા, જરૂર વિના નકામું ફરફર ન કરવું. જીવાની હિંસા ન થાય એવી ભગવાનની આજ્ઞા છે પ્રમાણે લક્ષ રાખી ચાલવું તે ઇર્યાસમિતિ કહેવાય છે. તે જ પ્રકારે ભગવાને કહ્યું છે તે લક્ષ રાખી પાપકારી વચના ન ખેલાય તેમ વવું તે ભાષાસમિતિ છે. ભાજનમાં પણ પાપપ્રવૃત્તિ ટાળી ભગવાનની આજ્ઞામાં પ્રવર્તવું તેને એષણાસમિતિ કહે છે. વસ્તુ લેતાં-મૂકતાં પણ આજ્ઞા પ્રમાણે વર્તવું. તેને આદાનનિક્ષેપસમિતિ કહે છે. અને મળમૂત્રને ત્યાગ કરતાં પણ જીવહિંસા ન થાય તેવા લક્ષ રાખવા ભગવાને જણાવ્યું છે, તેમ પ્રવર્તાવું તે પારિડાવણિયાસમિતિપ (પ્રતિષ્ઠાપના) કહેવાય છે. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિમાં બધાં કામ લગભગ આવી જાય છે. એ બધી ક્રિયા કરતાં જીવહિંસા ન થાય તેવે ઉપદેશ ભગવાને આપેલા છે તે લક્ષમાં રાખીને વવું તેને યત્ના કહે છે. દૃષ્ટાંત તરીકે ચૂલામાં લાકડાં મૂકતાં પહેલાં ખ'ખેરીને મૂકીએ તે કીડી, ઉધેઈ આદિ જીવા મળી ન જાય; પાણી ગાળવાનું કપડું કાણું કે બહુ પહેાળાં છિદ્રોવાળું ન હોય તે તેની પાર થઈને પારા વગેરે માટલામાં ન જાય. એકવડુંગરણું હોય તેને બદલે માટું રાખ્યું