________________
૬૫૦
બાધામૃત પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને તમને પરમભક્તિ પ્રગટે તે આપણું મહાભાગ્યા ગણાય. એ જ. શિખામણ લક્ષમાં લેવા વિનંતી છે.
# શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિઃ ગુરુ રાજચંદ્ર જિન વચન હર મમ બ્રાંતિ.
કેઈને દુઃખી કરવાની બુદ્ધિ નથી. સૌનું કલ્યાણ થાઓ અને વહેલા મોક્ષે જાઓ, એવી અંતરની ભાવના છે. માટે એકનિષ્ઠાથી પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહે; એમાં જ કલ્યાણ છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સંતાડવું પડે, છુપાવવું પડે તેવા કાર્યની ઈચ્છા પણ માંડી વાળવી.
७६८
અગાસ, તા. ૨૪-૭–૪૮ દેહરા – “દુર્લભ માનવભવ મહા, ફર મળ મુશ્કેલ
કર્મ તણાં ફળ આકરાં, નહીં સૂઝે ઉકેલ.” મેહી બાંધત કર્મક, નિર્મોહી છૂટ જાય; યાતે ગાઢ પ્રયત્ન, નિર્મમતા ઉપજાય.” “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.” આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પુછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે દિવસે કે રાત્રે શેડે રાખો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દષ્ટિ ફેરવી જવી. જેમ કે :
પહેલે પ્રાણાતિપાત – આજે કોઈ જીવન પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ૮૪ લાખ જીવાજોનિને પાઠ છે તેને ક્રમ લે કે સાત લાખ પૃથ્વીકાય છની નિ કહી છે તેમાંથી કઈ પૃથ્વીકાય જીવ હર્યો છે, હણાવ્યું છે કે હણતાં અનુમેઘો છે ? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત છે પ્રત્યે નિર્દયપણે વગર પ્રજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું?
એવી રીતે અપકાય એટલે સચિત પાણી વગર પ્રજને ઢળ્યું છે? પાણી વાપરતાં આ કાચું પાણી જવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે ? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તે ચાલત કે કેમ? પાપ થયું હોય તે પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાને ઉપગ રહે.
બીજું મૃષાવાદ – જેની જેની સાથે દિવસે કે રાત્રે બેલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે ? વગેરે વિચારે બીજા પાસ્થાનક વિષે કરવા.