________________
પત્રસુધા
૬૩૫ भावनासे प्रेमभक्तिकी बढवारी होती है। जो नियम लिया है उनमें शिथिलता न होवे ऐसी सावधानी रखकर आत्महितरुप उत्कृष्ट कार्य के लिये यह भव है। सत्संगसे उत्तम भावमें प्रवेश होता है और दृढता भी जामती है । इसलिये निरंतर सत्संगकी भावना बढती रहे ऐसा विचार, भावना, वाचन, चर्चा, बातचीत करना । पाँच इन्द्रियके विषयमें वृत्ति जावे नहीं, परन्तु वैराग्यकी वृद्धि हो ऐसी भावनासे भक्ति वाचन आदि सफल होकर आत्महितकी पहिचान होगी।
___ "रोके जीव स्वच्छंद तो, पामे अवश्य मोक्ष;
पाम्या एम अनन्त छे, भाख्यु जिन निदोष." कुछ न कुछ तत्त्वज्ञानमेंसे मुखपाठ रोज करना योग्य है।
૭૫૦.
અગાસ, તા. ૭-૪-૪૮ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્ય ને અત્યંત દીનભાવે અર્પણપણે ભક્તિપૂર્વક નમસ્કાર! પ્રાર્થના – અમને આમ હવે ન રઝળા, સ્વામિન્ વિરહાનલ પ્રગટાવે,
પરમકૃપાળુ કરુણા કરી મુજ, પાપ વિકલ્પ હઠાવે;
અણઘટતા, અણગમતા તે હણી, પ્રભુપ્રીતિ પ્રગટાવો – સ્વામિન વિ. આપના પત્ર વિષે કંઈ પણ લખતાં પહેલાં આપે જણાવેલી અતિશક્તિ મને ખૂંચવાથી બે શબ્દો સમાચિત ટૂંકામાં લખવા જરૂરના જણાયા છે. કલપનામય, માયાપુર્ણ આ જગતમાં સદ્દગુરુની બ્રાંતિ જેવું બીજું કઈ દુઃખ આત્માને જણાતું નથી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટાવેલી દશાને શતાંશ પણ મારામાં નહીં હોવા છતાં કોઈ મને સદ્ગુરુ કે ત્રિકાળજ્ઞાની માને તે તેનો સ્વછંદ મને તે સમજાય છે. તે પિષવા મારી ઈચ્છા નથી. આપ તે સમજ છે, પ્રમાણુવિરુદ્ધ બાબતને પિષવા ઈચ્છતા નથી એમ જાણું છું. ૫. ઉ. શ્રીમદ્ લઘુરાજસ્વામીએ તેમના આયુષ્યના છેલ્લા દિવસોમાં મરણમંત્ર આદિ મુમુક્ષુ જીવોને જણાવવા મને આજ્ઞા આપી તે તેમના અતિ ઉદાર અને સત્યપ્રિય હૃદયનું ફળ છે. તેમાં મારું કોઈ પ્રકારે મહત્ત્વ હું માનતા નથી. ચિઠ્ઠીના ચાકરની પેઠે તે વાત આપના આગળ રજૂ કરી, તે તમને રુચિકર લાગતાં તમે સ્વીકારી; પણ જ્ઞાની પુરુષના ઘરની તે વાત છે એટલું જ મહત્ત્વ આપના હૃદયમાં રહેશે અને તે દ્રષ્ટિએ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ગુરુભાવ રાખી તે આજ્ઞાનું આરાધન કરશે તે તે આપને આત્મશાંતિનું અને આત્મ-અનુભવનું કારણ છે એ સરળભાવે જણાવું છું. જે નિયમે તમે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ સમજીને જેવા ભાવે લીધા છે, તેવા ભાવે ભવિષ્યમાં ટકાવી રાખશો તે તમારી કરેલી ભક્તિ ભળાઈ નહીં જાય. રક્ષકરૂપ વાડ સમાન તે નિયમ છે. મૂળ વાત – પરમકૃપાળુદેવની દશામાં શ્રદ્ધા, તેના વચનની અપૂર્વતા અને પિતાના આત્માની ઉન્નતિની તમન્ના-આ છે. આ પાયે પાકે હશે તે તેની આજ્ઞા ઉઠાવવારૂપ જે જે શ્રમ લેશે, તે મેક્ષના કારણરૂપ થશે. આટલી સામાન્ય પ્રસ્તાવના પૂરી કરી આપના પત્રમાં લખેલી બાબત વિષે કંઈક સૂચના નમ્રભાવે કરું છું.
“ધર્મ અર્થે ઈહિ પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ; પ્રાણ અથે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ.
મનમોહન જિનજી, મીઠી તારી વાણુ.” (ચેથી દષ્ટિ)