________________
મેધામૃત
આ ઉત્તમ આચરણુ ગણાય છેજી. સત્ય વચન માટે હરિશ્ચંદ્ર આદિનાં વખાણ તે અર્થ થાય છે; છતાં બધાની તેવી શક્તિ હેાતી નથી. ધર્માંરાજા જેવાને પણ મિશ્રવચન ખેલવાના પ્રસંગ આવેલા છતાં ન્યાયની કેટિએ તે આપદ્ધર્મ નહીં પણ કંઈ અંશે દોષ જ ગણાય છે. ધર્મને તે ધર્મ જ રાખવા ચેાગ્ય છે. આપદ્ધર્મ ગણી તેની કક્ષા સરખી ગણુવા ચેગ્ય નથી. ધર્માંનું પાલન યથાશક્તિ થાય છે તે લક્ષ રાખી જ્ઞાનીપુરુષાએ, ધના ભંગ નથી કરવા' એટલેા લક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી તે જીવને આરાધક કહ્યો છે અને થયેલ કે થતા દોષને અનાચારરૂપ ન કહેતાં અતિચારરૂપ કહેલ છે. એટલે નિયમ તૂટે નહીં પણ દોષયુક્ત પળાય છે, એમ કહ્યું છે.
૬૩૬
માંસના વ્યસનને ત્યાગ કરવારૂપ તમે પ્રતિજ્ઞા લીધી છે. મુશ્કેલીના પ્રસંગમાં માંસ નહીં પણ માંસની કેડિટમાં ગણાતું કેડ નામની માછલીનું તેલ તમે વાપરા છે, તે પણ પરદેશના નિવાસ પૂરતું જ, તમારે નિયમ નથી પાળવા એવી બુદ્ધિ નથી, તે તેલનું પણુ વ્યસન પડી જાય અને પછીથી શરીર જાડું રાખવા તેના ઉપયાગ અહીં આવીને પણ ચાલુ રાખવારૂપ વ્યસન સેવવું નથી એમ જ્યાં સુધી તમે માનેા છે ત્યાં સુધી પ્રતિજ્ઞાનેા સ્પષ્ટ ભ'ગ નથી. ભાવ પ્રતિજ્ઞા પાળવાના છે તે તેના (વ્યસનના) ત્યાગના ઉપાય છે ત્યાં સુધી પતંગની દોરી તમારા હાથમાં છે. ભલે પતંગ દૂર આકાશમાં હે! પણ તમે તેને હસ્તગત કરી શકે એમ છે. વ્યસનની પરાધીનતા તમને પેાતાના સર્કજામાં સજ્જડ કરી શકે તેમ નથી, છતાં દોષ તે દોષ છે અને માંસાહારના દોષરૂપ કર્મ બંધાય છે. પ્રતિજ્ઞાભંગના દોષરૂપ કર્મ તમને પૂર્ણ પણે લાગતું નથી, અશે લાગે છે. આ વાત વારંવાર પત્ર વાંચીને વિચારશે તા તમને સ્પષ્ટ સમજાય તેવી તમારી વિચારદશા છે. જેટલા અંશે આત્મા દોષિત છે તેટલા અંશે ખેદ અને દાસભાવ તે તેલ પ્રત્યે ભજવા ઘટે છે. દવાની પેઠે વાપરી જરૂર પડ્યે પહેલી તકે તે તજી દેવાની તત્પરતા આત્મામાં જાગ્રત રાખવાની જરૂર છે. માંસ કે તેવાં તેલમાં પ્રત્યેક અવસ્થામાં અનંત જીવા ઉત્પન્ન થયા કરે છે. તેને વધુ પાપી પેટ પૂરવા કરવા પડે છે એ ખેદ ભુલાવા ન જોઈએ એટલી ભલામણસહ પત્ર પૂરા કરું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૫૧
અગાસ, ચૈત્ર સુદ ૨, રવ, ૨૦૦૪ પૂ....ની માંદગી ગભીર છે એમ જાણ્યું. ખમી ખમાવી પરમકૃપાળુદેવના શરણમાં રહેવાની ભાવના કરી તે જ આધારે જીવન હેાય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી અંતે જ્ઞાનીને શરણે પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવાની ભલામણ છેજી. મ`ત્રમાં મન અહેારાત્ર રહે તેવી છેવટે ગાઠવણુ થાય તા જરૂર કવ્યું છેજી. પાતાનાથી ન ખેલાય તે જે સેવામાં હાય તેણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મ`ત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળા અવાજે મેલ્યા કરવા યાગ્ય છે અને સાંભળનારે આ મારા સમાધિમરણની ખરી દવા છે એમ જાણી વેદનામાંથી મન ખસેડી પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કતવ્ય છેજી. એમ મત્રની ભાવનામાં દેહ છૂટે તે તેનું સમાધિમરણ થયું ગણાય એવું પં. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્યું છેજી.