________________
પત્રસુધા
૬૧૩
૭૧૦
કાવિઠા, તા. ૫-૧૨-૪૬ તતું કે સત્
માગસર સુદ ૧૧, ૨૦૦૩ આપને પત્ર મળે. તેમાં બીડીનું પચખાણ લેવા ભાવના જણાવી છે તે પ્રમાણે આ વર્ષ આખર સુધીની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કારપૂર્વક કરી લેવા ભલામણ છે. સાત વ્યસનને વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખૂંચશે; તેને ત્યાગ કરવા તત્પર થશે તથા નવા વ્યસનને તે પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાની પુરુષનાં વચનેને વિચાર કરી આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે”. એવી અંતર્દયા જાગવા આવા ત્યાગ કરવાના છેy. સત્યરુષને અપાર ઉપકારની સ્તુતિ કરતાં પણ જીવ નિર્મળ બની પોતાના આત્માની સંભાળ લેતે થાય છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્યુ, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.”(૪૯૩)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧૧
કાવિઠા, તા. ૧૦-૧૨-૪૬ - તત્ સત્ર
માગશર વદ ૨, મંગળ, ૨૦૦૩ દેહરા – પિતા-પુત્ર પતિ-પત્નીની સાંસારિક સગાઈ
સપુરુષ સાચા સગા, આત્મિક સુખ કમાઈ. પૂ. સદ્દગત જેસંગભાઈને આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ. પૂ. પ્રભુશ્રીજીના યેગે તેમને આત્મા પરમાર્થ પ્રેમી બન્યું હતું. ઘણી દષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં પાછલું જીવન તેમણે સુધારી લીધું. કર્મ તે પૂર્વે બાંધેલાં ગમે તેવાં ઉદય આવે. શ્રી શ્રેણિક જેવાને આખરે મેં ઝવ્યા હતા. હું અમદાવાદ ગમે ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી એક દિવસ રોકાઈ પાછો અગાસ ગયેલું. પણ પછી પત્ર હતું તેમાં તેમની આખર અવસ્થા વિષે પૂ. દેવશીભાઈએ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે ત્રણ દિવસે તે શાંતિમાં ગયા. આહાર, પાણીને છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલે. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તે હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઈ લખતા પણ પછી લીટા થઈ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું.
બે દિવસ ઉપર એક મુમુક્ષુભાઈ ૮૫ વર્ષની ઉંમરે જ પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણે થે સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડ્યો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે તે પૂ. શેઠજીને તે ઘણા કાળનું આરાધન હતું તે કેમ છૂટે? આપણે જ્યાં સુધી હજી મનુષ્યભવને જે છે ત્યાં સુધી મરણની તૈયારી વિશેષ વિશેષ જાગૃતિપૂર્વક કરી લેવી ઘટે છેજી.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ