________________
६२०
બેધામૃત થઈ જાય તે આ માર્ગ છે. અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભેળાં છે. તેમની સેવા તે આપણા આત્માની જ સેવા છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૦
અગાસ, તા. ૨૮-૨-૪૭ सवैया--"चित्त धरी सुणे इष्टकथा सो श्रवणभक्ति,
इष्ट गुण गावे सोई कीर्तन कहात है; मन-वाणीसें स्मरण करे समरणभक्ति, इष्ट पद सेवा पाद-सेवन प्रख्यात है। षोडश प्रकार अर्चा करे सोई अर्चन है, तन मन नमे सोई वंदन विख्यात है; दासपनो दासभक्ति, सखापनो सख्यभक्ति,
सब ही समर्पे आत्मअर्पण गिनात हैं।" હોદ્દા – “અવન, શીર્તન, પુને વન પર્વના
*વંત થાય છે “સવ્યતા, નવમ વાત્મા ” આપને પત્ર બહુ વિચારપૂર્વક લખાયેલે જણાય. તેમાં જણાવેલી ભાવના માત્ર પત્ર અર્થે નથી એમ સમજાય છે. પણ ઘણી વખત પત્રાદિ નિમિત્તે ઉત્તમ ભાવે સકુરે છે, તેની વારંવાર ભાવના ન થાય તે તાત્કાલિક ફળ દઈ તે ભાવે ભૂતકાળમાં ભળી જાય છે. મુમુક્ષ
મેહનાં નિમિત્તથી મૂંઝાય છે, મોક્ષનાં કારણે શોધીને આરાધે છે અને મુમુક્ષુદશાની વૃદ્ધિ કરી તીવ્ર મુમુક્ષુદશા પામવાના પુરુષાર્થમાં પ્રવર્તે છેજ. તે અર્થે સત્સંગ એ સર્વોત્તમ સાધન છે અને સત્સંગ સફળ થવા પિતાની દશા નિર્દોષ કરવા વારંવાર પરમકૃપાળુદેવે અનેક પત્રોમાં પંચવિષયનાં સાધનને ત્યાગ કે પરિમાણ આદિ કરી વિષયોની તુરછતાના વિચારમાં મનને આણવા પ્રયત્નશીલ રહેવા કહ્યું છે. આ લેકની અ૯પ પણ સુખેચ્છા રહે ત્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા પ્રગટતી નથી આદિ પરમકૃપાળુદેવની શિખામણે, “વચનને હૃદયે લખે” કહ્યું છે તેમ, અંતઃકરણમાં કેતરી રાખવા ગ્ય છે. “માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા” (૧૩૫) આ વચન દરેક મુમુક્ષુને પરમપદ તરફ પ્રેરે તેવું છે.
શ્રદ્ધા પરમ ટુ આ આગમનું વચન ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બેધમાં દર્શાવતા. એક વખત પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બધી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બધા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાકય કહ્યું હતું. “શ્રદ્ધા પરમ તુસ્ત્રા” સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેને બેડો પાર થાય તેમ છે. ધર્મને પાયે જ સત્રદ્ધા છે. કંઈ ક્રિયા, જપ, તપ, ઉપવાસ આદિ ન બને તેને વધે નથી, પણ જે સશ્રદ્ધા હૃદયમાં હોય તે તેને શુદ્ધભાવને પક્ષપાત છે. તેનાં વખાણ શ્રી યશવિજયજીએ કર્યા છે –
“શુદ્ધભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેજી, ઝળહળતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેજી.”