________________
પત્રસુધા
૬૨૧
માત્ર શુદ્ધભાવને પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્ય ક્રિયા ઘણું કરે છે પણ પહેલાને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૧
અગાસ, તા. ૭-૩-૪૭ તત્ સત્
ફાગણ સુદ ૧૫, ૨૦૦૩ જગતનો સ્વભાવ વૈરાગ્ય ઉપજાવે તે જ છેજ. પરમ પુરુષની શ્રદ્ધા થવી તેમ જ મરણ સુધી છેક ટકી રહેવી મુશ્કેલ છે. પૂ...મને પ્રથમ મળ્યા ત્યારે પિતાની લઘુતા, નમ્રતા હદ ઉપરાંત લાગે તેવી દર્શાવી હતી. પણ પરમકૃપાળુદેવની જગ્યા અન્ય જને લીધી છે એવું તે તમારા પત્રથી જાણ્યું. કાળદોષ એ જ છે. શ્રદ્ધા ટકાવી રાખશે તેની બલિહારી છે જી.
મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી ૩૬ માળાનો જે ક્રમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે તેને વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તે હરકત નથી. રોજ ન બને તે પૂર્ણિમા કે તે કઈ દિવસ નકકી કરી અઠવાડિયે-પખવાડિયે ભાવપૂર્વક કમ સેવવાથી તે તે પ્રકૃતિએનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય તેવું બળ મળવા યોગ્ય છે. જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તે જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજ. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તે આવે છે. આ ભવમાં મળેલ વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તે બધે જવા-આવવાનું ઓછું કરી પરમકૃપાળુદેવનાં વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતલીભૂત રહેવાને અભ્યાસ વિશેષ વિશેષ કર્તવ્ય છેજી.
પૂ. વહાલીબહેને આઠ દષ્ટિની સઝાયના અર્થ કરાવ્યા ત્યારે પૂ. સાકરબહેને કંઈક ટાંચણ કરી લીધેલું તે ઉપરથી લગભગ ૭૦ પાન જેટલા આઠ દષ્ટિના અર્થ હમણું લખાયા છે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૨
અગાસ, તા. ૨૬-૩-૪૭ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને.” વિ. આપના તરફથી સ્વ. કુંદનમલજીના દેહત્યાગના સમાચારને પત્ર વાંચી જેણે જેણે સાંભળ્યું તેને ખેદ થયો છે. અસાર અશરણ અને ભયંકર એવા સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષે વારંવાર અનંત કુસંગરૂ૫ વર્ણવ્યું છે, છતાં જીવને કેણ જાણે શી મહત્તા લાગી ગઈ છે કે એ સંસાર સિવાય બીજે એની વૃત્તિ દઢ થતી નથી. ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્ય સંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા, કેઈ તે નરકે ગયા, તે આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી તેમાં જ તલ્લીન થઈ રહ્યો