________________
પત્રસુધા
૭૮
અગાસ, તા. ૨૫-૨-૪૭ તત્ સત
ફાગણ સુદ ૫, ૭૦૩ દેહરા – ઓળખાણ આત્માતણું, ટાળે ત્રિવિધ તાપ;
ગુરુ ઓળખાવે આતમા, નિશ્ચય ગુરુ તે આપ. આપને પત્ર મળ્યો છેજ. તેમાં એક કાપલીમાં પ્રશ્ન કર્યો છે તેને ઉત્તર :
તીર્થકર અદત્ત એટલે શ્રી તીર્થકરે જે આગમમાં ગૃહસ્થને કે સાધુને વર્તવા સંબંધી છૂટ આપી છે કે આજ્ઞા કરી છે તે આજ્ઞા પ્રમાણે વર્તે તે ચેરી ન કહેવાય અને તે તીર્થકરનાં વચનનું ઉલ્લંઘન થાય તે પ્રમાણે વર્તી એટલે કોઈ વસ્તુ પૂજ્યા વગર લે કે તેને ન ખપે તે ગ્રહણ કરે તે તીર્થકર અદત્ત છે એટલે શાસ્ત્રના નિયમને તેડવાથી તે ગુનેગાર છે, ચાર છે અને ગોચરી વગેરે સાધુ કરે તે વખતે શાસ્ત્રના નિયમને લક્ષ રાખીને લીધું હોય છતાં ગુરુ કે ગુરુ સમાન હોય તેને બતાવ્યા વિના જે ચીજ વાપરે તે ગુરુઅદત્ત કહેવાય છે. ગુરુની આજ્ઞામાં પ્રત્યક્ષ પુરૂષની વાત છે. તીર્થકરની આજ્ઞામાં પરંપરા શાસ્ત્ર અનુસાર વર્તનની વાત છે. કોઈ વસ્તુ લેવામાં સ@ાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ વર્તવું તે તીર્થકર અદત્ત અને પ્રત્યક્ષ જે ગુરુ છે તેની આજ્ઞા વિના કંઈ લેવું તે ગુરુઅદત્ત છે. બન્ને દેશે અર્પણભાવ જેને થયો છે તેમાં વિદ્ધ કરનાર છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧૯
અગાસ, તા. ૨૫-૨-૪૭
તત્ સત્ પૂ.નાં માતુશ્રીની માંદગી સંબંધને તાર મળે છે. તેમના (માજીના) કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છે. ભલે ભાનમાં ન હોય તે પણ મંત્ર તેમના આગળ ચાલુ રહે એમ કલાક કલાક વારાફરતી માથે લેનાર થાય તે સ્મરણ કરનારને તે લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણે લાભ થાય છે. આયુષ્ય હોય તે બચે, પણ આ ધર્મપ્રેમ પિતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક બે કલાક દિવસે રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે તેને એ નિમિત્તે લાભ થવા ગ્ય છે. એમાં કંઈ ભણતરનું કે સમજાવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાને છે તે બાઈભાઈ બધાંથી બને તેવું છે.જી. લૌકિક રિવાજમાં માંદાને જેવા જાય છે, તેને બદલે ધર્મ આરાધવા જાઉં છું” એ ભાવ કરી પિતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી ધર્મભાવના વાતાવરણમાં રાખવા તુલ્ય છે. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થાય; તે આ તે સાધર્મિક, વયોવૃદ્ધ છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલું બને તેટલે લાભ લેવા ગ્ય છેજ. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ પડ્યા કરે તેમ કર્તવ્ય છે”. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઈને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખેતી થાય છે, તેથી વધારે અગત્યને આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાની બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – બાળા ભેળાનાં કામ