________________
પત્રસુધા
૬૧૭ આત્માને આ જગત અન્ય રીતે કઈ પણ કામનું નથી. માત્ર જન્મમરણ વચ્ચે કાળ પ્રારબ્ધનાં ચિતરામણ જોવામાં જાય છે. તેમાં પુરુષના ગે અંતર્દષ્ટિ થાય તે આ મનુષ્યભવ મળે છે તે યથાર્થ સફળ ગણાય. પરમકૃપાળુદેવનાં વચને જીવને તે જ દષ્ટિ કરવા પ્રેરે તેવાં છે, તેની ઉપાસના પ્રત્યક્ષ સત્યરુષ તુલ્ય જાણ કરવામાં આવે તે જરૂર વૈરાગ્ય ઊભરાય, તે પ્રત્યે જીવ વળે અને આજ સુધી ગૌણ કરી નાખેલા આત્મહિતની કાળજી જાગે અને સમાધિમરણ કરવા નિશ્ચય કરી તેને પુરુષાર્થ કરવા પિતે પ્રેરાય. માટે તમારે હાલ આ જ પ્રેમપૂર્વક કર્તવ્ય છે. બીજું પૂર્વનું બાંધેલું તે કરવું પડશે, પણ હવે આ જણાવેલી વાતમાં બેદરકારી રાખવા જેવી નથી.
“રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને,
માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને.” દિવસે સૂર્ય પશ્ચિમ દિશામાં આગળ વધ્યા ત્યાં આથમતાં કેટલી વાર? જોતજોતામાં સાંજ પડી જાય છે. તેમ હવે કાઢયાં તેટલા વર્ષ ક્યાં કાઢવાં છે? ધર્મના કામમાં ઢીલ કર્તવ્ય નથી એ કહેવત છે તે જાગૃતિ આપે તેવી છે, પણ વિચાર તે ઉપર થયા કરે તે જ. પિતાની સાથે શું આવે તેમ છે? તેને વિચાર કરી તેને સંચય કરતા રહેવાની કાળજી કર્તવ્ય છેજ. આમાં કેઈની સિફારસ ચાલતી નથી. કરશે તેના બાપનું. મંત્રનું સ્મરણ મરણ પર્યત ઉલાસભાવે કરતા રહેવા ભલામણ છેજ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સીમરડા, તા. ૧૮-૨-૪૭ તત ૩ સત
મહા વદ ૧૩, ૨૦૦૩ દાહરા –“દિવ્યધ્વનિ પ્રભુની ખરે, “અહો ભવ્ય ઍવ સર્વ,
શું કરવા આવ્યા તમે? શાને કર ગર્વ ? માનવભવ મેં મળે, કરે કાંઈ વિચાર; સરવાયું આ ભવતણું, કાઢે દિલ મેઝાર. ઉધાર બાજુ પાપની, વધતી વધતી જાય; સરભર ખાતું શું થશે? લે કેઈ ઉપાય. પરિભ્રમણ તે બહુ કર્યું, પાપે દુખ અનંત; આ વેગ જતે વહી, આણે ભવને અંત. દિલ હૅભવ્યાં બહુ જીવન, કર અણઘટતાં કાજ, દયા વસા દિલમાં, બચાવવા ઍવ–રાજ. પરિહરવા સૌ પાપને, ભગવર્તી દીક્ષા સાર;
મેક્ષ માર્ગ આરાધવા, ધરે ભવ્ય ઉદાર.” આપે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સાચા દિલે ખરે વખતે સેવા કરી છે, તેથી આપનું તે આ ભવમાં કલ્યાણ જ છે. જે જે પુરુષ તેની કૃપાદૃષ્ટિ તળે આવી ગયા છે તે બધા જીવોનું વહેલુંમોડું કલ્યાણ થનાર છે, તે આપની તે વાત જ શી કરવી? જેના હૃદયમાં