________________
૫૮૦
બેધામૃત
૬૫૩
ગાસ, તા. ૧૬-૫-૪૬
વૈશાખ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૨ દેહરે – અશુચિ અશાશ્વત શરર, કારાવાસ સમાન; | મમતા યોગ્ય નથી કદી, હે મોક્ષાર્થી ! માન. ગીતિ – “ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર અનાર્ય ક્ષેત્ર જેવા મેહમયી શહેરમાં રહેવાનું બનેલ છે તે બહુ વિચારીને ક્ષણ ક્ષણ ગાળવા જેવી છેઝ. આ કાળ વિકરાળ છે, ક્ષેત્ર પણ પ્રતિકૂળ અને જીવની સામગ્રીરૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં એક સપુરુષની આજ્ઞા અને ભક્તિમાં વૃત્તિ રાખવાની જીવ કાળજી રાખે તે ઘણાં કર્મ બંધાતાં અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને. ખોરાકની, હવાની, કપડાંની જેમ શરીરને જરૂર છે તેમ જીવને પિતાને માટે સત્સંગ, સશાસ્ત્ર, સવિચારરૂપ આહાર, હવા આદિની જરૂર છે. તેની ભાવના કરતા રહેવી ઘટે. આ ભવમાં જે કંઈ કરવું છે તે આત્મહિતને પિશે તેવું જ કરવું છે, એ મુમુક્ષુ જીવને નિર્ણય હવે ઘટે છેજ. એ લક્ષ રહ્યા કરે તે તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ બચી શકે છે.
પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બેધમાં કહેલું તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી નીચે લખી મોકલું છું તે બને તે મુખપાઠ કરી તેને વિચાર કરતા રહેશે. “ગમે તે પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હય, ગમે તેવા માયાના કંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.” ઘણાં દુઃખ આ જીવે લખચોરાશીના ફેરા ફરતાં ભગવ્યાં છે અને કંઈક પુણ્યસંચય જ્ઞાની પુરુષની કૃપાથી થયો ત્યારે મનુષ્યભવ મળ્યો છે તેને વ્યર્થ એઈ ન બેસો. ક્ષણ ક્ષણ કરતાં કેટલાં બધાં વર્ષ વ્યતીત થયાં! હવે તે જ્ઞાનીની આજ્ઞા, તેના જણાવેલા સ્મરણમંત્રમાં વૃત્તિને વિશેષ રાખવા પુરુષાર્થ કરે છે એ લક્ષ રાખી વર્તશે તે જરૂર જીવનું હિત થશે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૫૪.
અગાસ, તા. ૧૭-૫-૪૬ - તત્ સત્
વૈશાખ વદ ૧, શુક્ર, ૨૦૦૨ કેમ મુમુક્ષુતા ટકે, જે ઈચ્છા ના જાય?
| ડગલે ડગલે દુઃખ છે, જે મન વશ ના થાય. મોક્ષમાર્ગ પ્રત્યે જે ઉલ્લાસ તમે પત્રમાં દર્શાવ્યું છે તે પ્રશંસાપાત્ર છે. સાતે વ્યસનના પૂર્ણ ત્યાગના સમાચાર પત્રમાં જાણી વિશેષ આનંદ થયો છેજ. જે નિયમો લીધા છે તે તમને વિશેષ બળ પ્રેરે તેવા છે. ખાસ કરીને સ્વાદને જય કરવા જે પુરુષાર્થ કરે છે તેને બધી ઈન્દ્રિયે વશ થવી સુલભ છે અને સદ્ગુરુકૃપાથી તેનાં વચને બોધ પ્રત્યે બહુમાન રાખી અમલમાં મૂકતા જવાથી મન પણ વશ થવાને સંભવ છે.
મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે તે ઉત્તમ વેગ મળે છે, તે હવે આત્મહિત આટલા કાળ સુધી વિસારી મૂકહ્યું હતું તેની મુખ્યતા કરી, ભક્તિ અને મંત્રસ્મરણ દ્વારા