________________
પત્રસુધા
૬૦૯ પૂજા કરવા જાઓ છે તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણે લાભ થવા યોગ્ય છે. અહીં આવે ત્યારે યાદ કરશે તે તે વિષે વિશેષ વાત થશે. હાલ તે પૂજા કરતી વખતે વીસ દેહરા કે ક્ષમાપનાને પાઠ બેલતા રહેવા ભલામણ છેજી.
' છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૦૩
અગાસ, તા. ૨૦-૧૧-૪૬ કવાલી – ગુમાવ્યું ભક્તિમાં જેણે, દુઃખ કાપ્યાં બધાં તેણે,
કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય, અયાચી. ભલે આવે દુઃખો ભારે, પ્રસાદી તેની વિચારે,
જવાનું તે જશે, હું તે અમર આત્મા સદા છું જે. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે (૪૬૦) એ પત્ર વારંવાર વિચારવા વિનંતી છેજી. આર્તધ્યાન કેઈ પ્રકારે ન થાય તે મુમુક્ષુજી સંભાળે છે. જેટલી સહનશીલતા વિશેષ અને જેટલું ઉપયોગ પરમકૃપાળુદેવના સ્વરૂપમાં–મંત્રમાં રહેશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જાણું, આ કર્મ સમાધિમરણને પાઠ આપવા પૂર્વ તૈયારી કરાવવા આવ્યું છે એમ જાણી ગભરાયા વિના ધર્મ ધ્યાનમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છે.
જે કંઈ વાંચવું, વિચારવું થાય તેની અસર ઘણી વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્વતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય તેમ વાંચવા-વિચારવા વિનંતી છે. પરમકૃપાળુદેવે ઉપશમસ્વરૂપ થઈ ઉપશમસ્વરૂપ વચનામૃતની વૃષ્ટિ કરી છે, તે ઉપશમ અર્થ (આત્માર્થે) ઉપશમરૂપ અંતઃકરણમાં સ્થિર થાય તેમ પરમાર્થ સન્મુખ પુરુષાર્થ કર્તવ્ય છે..
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૦૪
અગાસ, તા. ૨૧-૧૧-૪૬ આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે તેમાં તપ, જપ, દાન વગેરે સમાઈ જાય છે. પિતાનાથી બનતે પુરુષાર્થ શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજ. મુખપાઠ થઈ ગઈ હોય તે તેના અર્થ વિચારવા અને પરસ્પર એકઠા મળીએ ત્યારે ચર્ચવા, પૂછવા અને સમાધાન થતાં સુધી તે વિચારમાં રહેવું ઘટે છે. છ પદની શ્રદ્ધામાં આત્મદર્શન સમાયેલું છે. છપદને પત્ર પણ તેવો જ ચમત્કારી છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૫
અગાસ, કાતિક વદિ ૦)), ૨૦૦૩ સંસારનલમાં ભલે ભુલાવી, વિઠ્ઠો સદા આપજો, દ્વારા સુત તન ધન હરી, સંતાપથી બહુ તાવજે. પણ રે પ્રભુ!ના પૈર્ય છૂટશે, હદયે સદાયે આવજે, શ્રી સદ્દગુરુના આશ્રયે, સમભાવે દેહ મુકાવજે.