________________
પત્રસુધા
૬૦૩ આ મનુષ્યભવમાં જેવી આત્મકલ્યાણની અનુકૂળતા છે તેવી લખચોરાશી ગતિમાં ભમતાં કોઈ પણ ઠેકાણે મળે તેમ નથી. બહુ પુણ્યથી મનુષ્યભવ મળ્યો છે, તેની એક એક પળ રત્નચિંતામણિથી ઘણી જ મૂલ્યવાન છે. માટે પ્રમાદ, વાસના, વેર, વિરોધ આદિ દુર્ભાવ છોડીને સદ્ગુરુ આજ્ઞામાં જેટલે કાળ ગળાય તેટલું ખરું જીવન છે, બાકી તે ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં કાળ જાય છે. ખરી મોસમમાં જેમ ખેડૂતે બધાં કામ મુલતવી રાખી એક ખેતીના કામમાં તનતોડ મહેનત કરે છે તેમ મનુષ્યભવની ઉત્તમ માસમાં આવી છે, તે મેક્ષને જ અર્થે છે. આજીવિકા કે જરૂરનાં દેહાદિ સંબંધી કાર્યો પતી જતાં નવરાશનો વખત બને તેટલું આત્મઉન્નતિ થાય તે અર્થે ગાળતા રહેવાથી જીવનું કલ્યાણ ત્વરિત ગતિથી થવું સંભવે છે. સમજુ જન સહેલાઈથી સમજી જાય છે. મૂર્ખ માણસે આખી જિંદગી આવી વાત સાંભળે છતાં ચેતતા નથી અને અચાનક કાળ આવી પહોંચે ત્યારે સિકંદર(Alexandar)ની પેઠે આખર પસ્તાય છે પણ અંતે કંઈ બની શકતું નથી. જ્યારે સંસારનાં કામ કરવાની શક્તિ હોય, તે જ વખતે ધર્મનાં પણ કામ સાથે સાથે થઈ શકે છે એ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે. પણ ઘરડા થઈશું ત્યારે કરીશું એમ જે મુલતવી રાખે છે, તે મહાજનમાં (પાંજરાપોળમાં) મૂકવાના ઢેર જેવા નકામા થઈ જાય ત્યારે ધર્મ આરાધવા જાય; પણું શરીર કહ્યું કરે નહીં, દ્વિયે કામ આપે નહીં તેવી સ્થિતિ થઈ ગઈ હોય તે તે શું કલ્યાણ તેવે વખતે કરે? માટે આજથી જ જે મંડી પડશે તે મહાભાગ્યશાળી ગણવા ગ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિ શાંતિઃ
૬૯૩
અગાસ, તા. ૨૨-૯-૪૬ તત ૐ સત
ભાદરવા વદ ૧૨, ૨૦૦૨ પૂન્મનું કાર્ડ મળ્યું. તેમાં એક ઘૂંટડે પાણે અજાણતાં પિવાઈ ગયું લખે છે, તે ઉકાળેલા પાણીને બદલે ઠંડું પાણી હશે એમ લાગે છે. હવેથી જે નિયમ લીધું હોય તેને વિશેષ ઉપગ રાખવા કાળજી રાખશોજી, તથા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવપૂર્વક નમસ્કાર કરી ધીમે ધીમેથી પશ્ચાત્તાપૂર્વક ક્ષમાપનાને પાઠ બેલી જવા ભલામણ છે. | સર્વ ભક્તિ વખતે એકઠા હજી મળતા હશે. મેક્ષમાળાને એક પાઠ વાંચવાનું રોજ રાખ્યું છે? ભક્તિ પૂરી થયે ઊઠતાં એક પાઠ સાંભળી બધા ઊઠે તે તે સંસ્કાર કે તેથી થતા વિચાર પણ પછીથી રહ્યા કરે. બીજે દિવસે આગલા પાઠની યાદી આપી એક ન પાઠ સાંભળ. આમ મોક્ષમાળા ચાર માસમાં પૂરી થાય. વળી ફરીથી વંચાય એમ થતાં જીવને ઘણું સમજવાનું ક્રમે ક્રમે થશે. ફરી ફરી વંચાશે એમ વિશેષ વિશેષ સમજાશે. સપુરુષનાં વચન પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય ગણુ આરાધવાથી સમકિતનું કારણ થાય છે. નિયમિત એકઠા થતા હે તે દશ-પંદર મિનિટ પાઠ વાંચતાં લાગે એટલે વખત જરૂર તે અર્થે કાઢવા
ગ્ય છેજ. બધા મળે ત્યારે આ પત્ર વાંચશે, અને ઠીક લાગે છે તે પ્રમાણે આત્માથે વર્તશે. દિવસે દિવસે મુમુક્ષુતા વધે, ધર્મની ભૂખ લાગે તેમ ર્તવ્ય છે. તે થવા સપુરુષનાં વચનેમાં પ્રીતિ, તેનું નિયમિત આરાધન એ છે. પૈસાટકા એ લૌકિક ધન છે અને જ્ઞાનવૃદ્ધિ એ આત્મિક ધન છે. સપુરુષને શરણે તે કમાણી વધારવી.