________________
પત્રસુધા
૫૭૧
તમે શ્રી બૃહદ્રવ્યસંગ્રહ વાંચી રહ્યા છે એમ તમે કહ્યું હતું. ફરી વંચાશે તે વિશેષ સમજાશેજી અને નવીનતા ખાતર ખીજા વાચનની જરૂર લાગે તે ‘પંચાસ્તિકાય’ પરમકૃપાળુદેવે મેાટા પુસ્તકમાં લખેલ છે તે તથા તેના પહેલા દ્રવ્યાનુયાગ વિષેના પત્ર (૮૬૬) પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કરશે તે તે પણ હાલ ઠીક છેજી. એક-બે વખત ગુજરાતીમાં વાંચી પછી હિંદીમાં ‘પરમશ્રુત પ્રભાવક મંડળ'થી છપાયેલ “પંચાસ્તિકાય” વાંચશેાજી. દરેક મુમુક્ષુભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત કંઈ ને ક'ઈ પરમકૃપાળુદેવનાં વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા ચેાગ્ય છેજી. મને તેા એકાદ કડી મુખપાઠ કરી અવકાશે ખેલતા રહેવાથી તે પરમપુરુષના ઉપકાર વિશેષ વિશેષ સમજાતા જશેજી. રાજ ને રાજ ખાવું-પચાવવું પડે છે તેમ કઈ ને ક'ઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃદયમાં રાખેલા છે તે હૃદયગત કરવા વારંવાર વિચારવાની જરૂર છેજી, ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલા ગુરુકૃપાથી સફળતા અશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૩
તત્ સત્
સમર તું, રાજ હૃદયમાં રાખીને; ભમે છે, કાળ રહ્યો છે તાકીને.’’
અગાસ, તા. ૨-૩-૪૬
મહા વદ ૧૪, શિન, ૨૦૦૨
“રાજ સમર તું રાજ માથા ઉપર મરણુ
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને” છે દેહાટ્ઠિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સત્તા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ॰ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ-મૂળ૦ તેહ મારગ જિનનેા પામિયા રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ-મૂળ૦” તમારા પત્ર મળ્યા. વાંચી વિગત જાણી છેજી. પહેલાં તમે તેવા સ્વપ્નની વાત કહેર્લ સ્મૃતિમાં છેજી. તે વખતે પુરુષાર્થ કરવા તથા મરણુના ડર નહીં રાખવા તમને સૂચવ્યુ હશેજી. પરંતુ તમને કોઈ કારણને લઈને વિસ્તૃત થયેલું અને સત્સંગના વિયેાગે તથા સટ્ટ વગેરેના રસમાં તણાવાથી જે કરવા ચેાગ્ય હતું તેની વિચારણા રહેલી નહીં. હવે પૂ પુણ્યના ચેાગે ફરી ચેતવણીના સુયેાગ થયા છે તે તેના લાભ લઈ આત્માને ફરી મેાહનીંદમાં ન ફસાય તેમ જાગ્રત રાખવા જરૂરના છેજી.
ભરૂચના એક અનુપચંદ્રજી નામના વિણક ધર્માત્મા જીવને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ ચાગ થયેલા. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્દભવેલી, પણ તેમનું પ્રવ`ન મતમતાંતરના આગ્રહુવાળું જાણી, હાલ સૂચનાને તેમને જોઈએ તેવા લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કાઈ ભારે મઢવાડ આવ્યે અને સમાધિમરણની ભાવના જાગી ત્યારે કણુ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી પણ કોઈ સાધુ, સાધ્વી