________________
પત્રસુધા
૫૬૯ વિશ્વાસને માર્ગ સુલભ લાગે છે. નોકષાય બહુ આત્મઅહિત નથી કરતે. કષાય અત્યંત અહિત કરે છે. મેહ કરે ન ઘટે, થતું હોય તે પુરુષ પ્રત્યે કરે. તે પરમ પુરુષના જીવનની કવિતા સમજવા સાહિત્યનાં ગંદાં ચીથરાં ચૂંથવાં પડે તે થોડો વખત ચૂંથવામાં હરકત લાગતી નથી. ખરી રીતે તે કવિ અને તત્ત્વજ્ઞાનીમાં ભેદ નથી. જ્યાં સત્ય છે ત્યાં એકતા છે. પરંતુ આપણી અપૂર્ણતા વિધરૂપ લાગે છે. સાહિત્યનાં પાત્રોથી ચિત્ત ચંચળ થતું હોય, તે પ્રત્યક્ષ સંસારનાં સ્ત્રીપુરુષોના સંસર્ગમાં કેવું રહેશે તે વિચારી, તે દે દૂર થવા વિશેષ ગૂરણા અને ભક્તિ આદરી ચિત્તશુદ્ધિને માર્ગ લે વિશેષ હિતકર છે. જોકે નિમિત્તો દર કરી પુરુષાર્થ તે દોષ દૂર થાય તેમ કરવાનું યોગ્ય લાગતું હોય તે તે હિતકર છે જેથી વિશેષ જાગ્રત રહેવાનું બને. તે મુશ્કેલ લાગે તે પણ કરવું. કૉલેજ કોર્સ સંબંધી મારે કોઈ પ્રત્યે પક્ષપાત નથી. જે ભક્તિભાવ હદયમાં હશે તે ગમે તેવા કેસથી ડરવાનું નથી. કાયમનું નુકસાન નથી થવાનું.
% શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક–પવિત્ર હૃદયને શૈલીની પંચાત નથી પડતી. આડંબરની જરૂર નથી. સરળતા જેવી સુંદર શૈલી બીજી કોઈ નથી. પરમકૃપાળુદેવ અને તેમની દિશામાં મહાત્મા ગાંધીજીની ભાષાશૈલી પવિત્રતા, સરળતા, સુગમતા તરફ વહેતી હોય છે. તેમ જે જણાવવું હોય તે સ્પષ્ટ થાય તેવી શૈલી રાખવી. જેમ કષાયની મંદતા તેમ લખાણ પણ સુંદર બનશે. બીજાના તરફ લક્ષ ન આપતાં પિતાના ભાવ સ્પષ્ટ બને તેમ લક્ષ રાખવો ઘટે છેજી.
અગાસ, તા. ૧૩-૨-૪૬ તત સત્
મહા સુદ ૧૨, બુધ, ૨૦૦૨ તમારા પત્રો મળ્યા હતા. છેલ્લા પત્રમાં પૂ...ની તબિયત સારી થયાના સમાચાર તથા તમે ભક્તિભાવ સહિત ૩૬ માળાનું આરાધન નિત્ય કરે છે તે જાણી સંતોષ થયે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે મુખપાઠ કરવા આજ્ઞા આપેલ હોય તેમાંથી વિસર્જન થયું હોય તે ફરી યાદ કરવા તથા વિશેષ વિચાર સહિત ભક્તિ કરવા જે જીવવાનું મળ્યું છે તે ચૂકવા યોગ્ય નથીજી. પ. પૂ. પ્રભુશ્રીજીના યોગે ગયેલા કાળની સ્મૃતિ કરી, તે વખતના વીર્યને ફરી પ્રગટાવી એકાંત આત્મહિતમાં જ બચતે વખત ગાળવે છે એટલે હાલ નિશ્ચય થાય અને તે પ્રમાણે છ માસ પણ સતત વર્તાય છે તેવા અભ્યાસની મધુરતા આપોઆપ આગળ વધારશે. જે કંઈ ધર્મધ્યાનમાં કાળ જાય તેમાં બાહ્ય ગણતરી કરતાં સુવિચારણું પ્રગટે, કષાયની મંદતા વધે અને નિર્મળ વિચારધારાની ભાવના વિકાસ પામે એ લક્ષ રાખવા ભલામણ
જી. થોડું પણ આત્મસ્પર્શી સાધન વિશેષ લાભદાયક છે. કષ્ટ તે કલ્યાણકારી છે એમ મહાપુરુષને મત છે, તે સર્વ મુમુક્ષુઓએ માન્ય કરવા યોગ્ય છેજી. પાંડેનાં માતુશ્રી કુતામાએ, શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને કંઈ માગવા કહ્યું ત્યારે ફરી ફરી ઉથલાવીને પૂછ્યું કે તમે આપશે, જરૂર આપશે? એમ ખાતરી કરાવી પછી માગ્યું કે તમે પ્રસન્ન થયા હો તે મને દુઃખ આપજે, કારણ કે દુઃખમાં તમે સાંભરે છે તેવા સુખમાં સાંભરતા નથી. પરમકૃપાળુ દેવે પણ ભુરાજાની તેવી જ સુંદર આખ્યાયિકા લખી છે. હવે તે એ જ માર્ગ – મુક્તભાવથી મક્ષ છે, ગ્રહવું કિંચિત્માત્ર નથી.
ૐ શાંતિઃ