________________
પ૭૩
પત્રસુધા હવે દર્શન મેહ અને ચારિત્રમોહ વિષે બે પ્રશ્નો પૂછળ્યા તે બે શાસ્ત્રો લખીએ તે પણ પૂરા થાય તેમ નથી. પણ મહાપુરુષોએ એ સંબંધી જે વિચારો જણાવ્યા છે તે દિશા બતાવવા અહીં પ્રયત્ન કરું છું. “અપૂર્વ અવસરમાં પ્રથમની ત્રણ કડી દર્શનમોહ સંબંધી જણાવી અને પછી ૧૪ મી કડી સુધી ચારિત્ર્યહને પરાજય કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સંબંધી અતિશયયુક્ત અપૂર્વ વાણીમાં કાવ્ય પરમકૃપાળુદેવે રચ્યું છે તે પરથી ટૂંકામાં અહીં તે રૂપરેખા જેવું કે લક્ષણ જેવું લખું છું —
(૧) દેખતભૂલી એ દર્શનમેહનું બીજું નામ છે. અનાદિકાળથી જીવ દેહાદિ જે પોતાના નહીં તેને પોતાને માન આવે છે. જે અનાત્મ એટલે પિતારૂપ નથી તેવા ભાવોને પિતારૂપ માને છે. પાટીદાર, વાણિયે, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ, રૂપાળે, કદરૂપે, ધનવંત, ધનહીન, વિદ્વાન, મૂર્ણ આદિ માન્યતામાં ગૂંચવાય છે. તેથી પિતાના વિચારને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે, પરને અર્થે જાણે જીવે છે. વિષયકષાય કંઈક મંદ પડે, વૈરાગ્ય થાય તે આ દર્શનમહ સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. દર્શનમોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો, “સકળ જગત તે એઠવત’ છતાં, પવિત્ર સુખકર ભેગગ્ય સમજાય છે. દીવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ મેશરૂપ ધરી ચાલ્યો જતે હોવા છતાં એની એ શગ જેમ દેખનારને દેખાય છે છતાં કોઈ પરમાણુ ત્યાં એને એ નથી, તેમ દેહાદિ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેના ને લાગે છે અને હંમેશાં આવા ને આવા રહેશે એમ અંતરમાં રહ્યા કરે છે. મરણને ડર તે શું, પણ વિચાર પણ આવતું નથી, તેનું કારણ પણ દર્શન મેહ છે. ધન દેહાદિ વડે પ્રાપ્ત થતા ભેગ ઘણું કષ્ટ પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થયે ટકતા નથી, નાશિના જ કમમાં છે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે અને અંતે શકનું કારણ બને છે, કોઈ સાથે આવતા નથી. છતાં વિચારહીન આ જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતાં સુખરૂપ લાગે છે, દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે, તેને માટે મરી છૂટે છે તે પણ દર્શનમોહનું પ્રબળ જેર છે. ટૂંકામાં અવિદ્યા, બ્રાંતિ, મિથ્યાત્વ વગેરે તેનાં બીજાં નામ છે.
(૨) ચારિત્રહ– દીવ લઈને કોઈ કૂવામાં પડે તેવા ક્રોધાદિ ચાર કષાય અને હાસ્ય, રિતિ, અરતિ, ભય, શક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ તેર પ્રકારના ગાંડપણથી જીવ જાણતા છતાં સંયમના અભાવે કર્મબંધનાં કારણમાં પ્રવર્તે છે. તેમાં મુખ્ય કરીને પૂર્વકર્મનું બળ છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તે આંધળા માણસની પેઠે જીવ દુઃખી દુઃખી છે, પણ સમજણ આબે પણ વીર્યની ખામીને લીધે સંયમમાં ન પ્રવતી શકે તેથી વેર, વિરોધ, મોહ, મત્સર, માન, અપમાન, લોભ, માયામાં જીવ ઘસડાય છે, તે અત્યંત લેશનું કારણ છે. સમજણ ન હોય ત્યારે જાણી જોઈને એટલે દુઃખનાં કારણને સુખનાં કારણ માનીને તે એકઠાં કર્યે જાય છે, અને સમજણ આવ્યું તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. જેમ કેઈ આબરૂદાર માબાપના દીકરાને કેઈએ આરોપ મૂક્યાથી ફેજદાર તેને ગુનેગાર ઠરાવી ગધેડે બેસાડી કાળું મોઢું કરી નગરમાં ફજેતી કરી ફેરવે છે, જો કુંભારના દીકરાને ગધેડે બેસાડે કે તે બેસે તે આનંદ માને તેમ મિથ્યાદષ્ટિ દોષ કરી આનંદ માને