________________
પત્રસુધા
૫૬૫ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” આવો અપૂર્વ લાભ પરમ પુરુષની કૃપાદષ્ટિથી પ્રાપ્ત થાય છે. પરંતુ જેની વિપરીત દષ્ટિ છે, જે હીન પુરુષાર્થી છે, જ્ઞાનીનું કહેલું આરાધવા તત્પર નથી, ઇંદ્રિયે તથા કષાયના જે ગુલામ છે તેમને ત્યાગ, વૈરાગ્ય અને આજ્ઞા ઉપાસવાની પ્રેરણારૂપ વચને પિતાની સંસારભાવનાથી પ્રતિકૂળ હોવાથી ગમતાં નથી; તેને વિરોધ કે ઉપેક્ષા કરે છે. તેથી તેવા જીવોને મદદરૂપ તે વચને થતાં નથી. ઊલટા ત્યાંથી દૂર ભાગી સંસારમાં વિશેષ ઊંડા ઊતરે છે એ દયા ઊપજાવે તેવું છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૩
અગાસ , જો કોઈ વાત વારંવાર ચિત્તમાં આવી તેને નિર્ણય થવાને બદલે મૂંઝવણ થતી હોય તે ફરી પૂછવામાં હરકત નથીજી. અમુક બાબતે તે જીવને યોગ્યતાએ જ સમજાય છે; છતાં સામાન્ય અર્થાદિ તે વારંવાર પરમકૃપાળુદેવનું વચનામૃત વાંચનારને આપોઆપ સમજાવા યોગ્ય છે. તેમ છતાં કેટલાક કર્મગ્રંથ આદિ શાસ્ત્રના શબ્દો વારંવાર ફરી વપરાતા નથી, તેથી ન પણ સમજાય તે ફરી પૂછશે તે તેમાં કંઈ હરકત નથી.
“સશબ્દ સંબંધી તમારે ગયા પત્રમાં પ્રશ્ન હતે. કષાયને રસ મંદ પડે એ આદિ સંબંધી પૂછ્યું હતું. જેમ બકરીનું દૂધ, ગાયનું, ભેંસનું આદિ દૂધ કહેવાય પણ રસમાં (ગળપણમાં) ઓછાવતી હોય છે, તેમ કષાય ક્રોધાદિ કહેવાય છે તેમાં પણ ઉદય વખતે એકસરખ રસ-અનુભવ હેતે નથી, પણ મંદ (ઓછો), તીવ્ર (વિશેષ) હોય છે. અનંતાનુબંધી આદિમાંની એક જ જાતિના ક્રોધ આદિમાં મંદ, તીવ્રતારૂપ ભેદ હોય છે, તે રસભેદ કહેવાય છે. એક જ જાતનાં કેરી આદિ ફળમાં જેમ રસ-ફેર જણાય છે તેમ કર્મના ઉદય વખતે જે જીવને સુખદુઃખ કે સંક્લેશ ભાવ થાય છે તે કર્મના ઉદયને રસ કહેવાય છે, તેને અનુભાગ, અનુભાવ, રસ, વેદના, વેદન પણ કહે છે.
બીજો પ્રશ્ન કંઈ વિશુદ્ધિ સ્થાનક સંબંધી હ. જીવને કલ્યાણ કરવાની ભાવના થાય ત્યારથી ઈચ્છાયોગની શરૂઆત ગણાય છે, અને જેમ જેમ દોશેકષાયાદિ દૂર થતા જાય તેમ તેમ જીવમાં જે નિર્મળતા પ્રાપ્ત થાય છે તેને સંયમની પ્રાપ્તિ અને સંયમની નિર્મળતા અતિચાર આદિ ટાળતાં થાય છે તેને સંયમની વિશુદ્ધિ કહે છે. એ વિશુદ્ધિને ક્રમ બતાવતાં જ્ઞાની પુરુષોએ જેમ ગુણસ્થાનકના કમની રચના ૧૪ વિભાગરૂપે કરી છે તેમ સંયમના ભેદ અસંખ્યાત થાય છે. તે બધાં સંયમવિશુદ્ધિ સ્થાનકે કહેવાય છે.
૬૭૪
અગાસ, માગસર સુદ ૧૫ ધીરજ, શાંતિ, સમતા, સમભાવ, સમાધિમરણ આદિ શબ્દો પ. પૂ. પ્રભુશ્રીજી પહેલાં તત્વજ્ઞાનમાં લાલ રંગની પેન્સિલથી લખી આપતા, તે તમારા તત્ત્વજ્ઞાનમાં પણ હશે; તે એકાંતમાં વિચારી જાગ્રત રહેવાની જરૂર છેજ. જગત તે નિમિત્તોથી ભરેલું છે, તેમાં તણાઈ ન જવા માટે આપણને સ્મરણ આપ્યું છે તેની ટેવ પાડી મૂકવાની જરૂર છે. બંગડીઓ