________________
બેધામૃત
કાયર નહીં બનતાં શૂરવીર બની જે શુભાશુભ કર્મ ફળ આવે તે ધીરજ, સમતા ધરી પ્રભુપ્રસાદી ગણું પ્રસન્નતાપૂર્વક સહન કરી લેવાં. પણ તેમાં આસક્તિ કે અણગમે ન થાય તેટલી સમજણ ટકાવી રાખવી ઘટે છે. બહુ આકરાં કર્મ આવ્યાં છે, હું હેરાન થાઉં છું, દુઃખી છું, કયારે આથી છૂટીશ? એવા ભાવને આર્તધ્યાન કહે છે. તેથી પાછાં તેવાં જ કર્મ બંધાવાને સંભવ છે. તે વખતે આયુષ્ય બંધાય તે ઢોર-પશુ-પંખીનું બંધાય. માટે જવા માટે જ કર્મ આવ્યાં છે ગણી આપણે બેજે હલકે થાય છે તેમ માની આવેલાં કર્મ પ્રભુસ્મરણપૂર્વક શૂરવીરપણે ભેગવી લેવાં. ભગવાઈ ગયેલાં પાછાં આવનાર નથી. આથી બમણું કર્મ ઉદયમાં આવે તે પણ હિંમત હારવી નથી. તે બધાં નાશવંત છે. આજ સુધીમાં કેટલાંય આવ્યાં ને ગયાં. તેથી ગભરાવા જેવું નથી. આત્મા અજર અમર અવિનાશી શાશ્વત છે. તેને વાંકે વાળ થનાર નથી. સદ્દગુરુકૃપાથી જે મંત્ર મળે છે, તેમાં વૃત્તિ રાખી ખમી ખૂંદવાને અભ્યાસ પાડી દેવાથી સમાધિમરણની તૈયારી થાય છે.
સમાધિમરણત્રતા દિવાળી પર્વ ઉપર અહીં ગુરુકૃપાથી સારી રીતે ઊજવાયું હતુંજી. જ્ઞાન પંચમીને દિવસે શ્રી આત્મસિદ્ધિ આદિમાં દર્શાવેલ છ પદ “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મિક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ–” વારંવાર વિચારી માન્ય થાય, પરિણામ પામે તેમ ઊંડા ઊતરવું યેગ્ય છે. પછી કાર્તિક પૂર્ણિમા ઉપર પરમકૃપાળુદેવને જન્મમહોત્સવદિન આવે છે. તે તે પર્વો ઉપર ભક્તિભાવ વધે તેવા ભાવ રાખવા હિતકારી છે. આપણું પામરપણું અને પ્રભુનું અચિંત્ય માહાભ્ય હૃદયમાં સદાદિત જાગ્રત રાખી તે તરણતારણ પ્રભુનો આશ્રય મરણની છેલ્લી પળ સુધી રાખી તેને આશ્રયે દેહ છોડનાર સ્વરૂપસ્થિતિ પામે છે, તે ભૂલવા ગ્ય નથીજ. એ જ વિનંતી.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૨
અગાસ, તા. ૨૫-૧૧-૪૫ જે શ્રદ્ધાએ જગ તજી, ગયે સદ્દગુરુ-દ્વાર;
તે શ્રદ્ધાએ પાળીએ, ગુણ ગુરુ-આધાર. ભાવાર્થ – સંસારથી વૈરાગ્યવૃત્તિ પ્રાપ્ત થતાં જે ભાવના તથા શ્રદ્ધાએ કરીને સર્વસંગ ત્યાગ કરી જીવ સદ્ગુરુશરણે ગયા છે, તે જ ભાવ-શ્રદ્ધા સહિત સદ્ગુરુની આજ્ઞાના આધારે મૂળ ગુણ ઉત્તર ગુણ (રાગદ્વેષના ત્યાગરૂપ અને તેનાં સાધનરૂપ સદ્દવિચાર સદ્વર્તન) પાળવા શ્રી આચાર્ય શિખામણ દે છે.
“વચનામૃત વીતરાગનાં, પરમશાંત રસમૂળ;
ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ.” – શ્રીમદ્ રાજચંદ્ર ભાવાર્થ – નિઃસ્પૃહી પુરુષે પરમાર્થ પામીને કેઈન પરમાર્થ અર્થે અને પિતાના પ્રારબ્ધકર્મની નિર્જરા અર્થે જે કંઈ વચને અકષાયપણે કહે છે તે સાંભળનાર ભવ્ય જિજ્ઞાસુને પરમશાંતરસનું પાન કરવામાં સર્વોત્તમ નિમિત્ત છેજ. ત્રિવિધ તાપથી બળતા આ લેકમાં બચવાને ઉપાય તે પરમપુરુષનાં શાંતિ પ્રેરક વચને જ છે, તેથી જીવ અકષાયભાવ ઓળખીને આરાધે છે અને અનંત દુઃખરૂપ જલથી ભરેલા સંસારને તરી જાય છે. “આત્મબ્રાંતિ સમ