________________
માધાત
માંદગીના વખતમાં મંત્રનું સ્મરણ અને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કરેલા ઉપકારનું સ્મરણુ ખરી દવા છેજી. મયંત્રમાં ચિત્ત રાખી પરમકૃપાળુદેવને શરણે દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે. એક વખત સમાધિમરણ થાય તે કઈ ભવમાં મોક્ષ થતાં સુધી અસમાધિમરણ થાય નહીં, થોડા ભવમાં મોક્ષ થાય. માટે જ્ઞાનીને આશ્રયે આ દેહ તેા છેડવા છે એવી ભાવના વાર વાર કન્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૪૪૮
૪૬૭ તત્ સત્
અગાસ, તા. ૨૮-૧-૪૪ મહા સુદ ૩, શુક્ર, ૨૦૦૦
તીક્ષેત્ર સત્સ’ગધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાનેા ઇચ્છક દાસાનુદાસ બાળ દીન બ્રહ્મચારી ગેાવનના જયસદ્ગુરુવ'દન સ્વીકારવા તથા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિ અને તેમનાં અમૂલ્ય જીવન-આધાર વચનના ઉત્તમ આશયને હૃદયમાં ઉતારી તે આધારે જીવવા વિન'તી છેજી. એક વાત તરફ તમારું લક્ષ દારવા ચેાગ્ય છે તે એ કે જગત દુઃખથી ભરેલું છે તેમાં કોઈ કાળે, ગમે તેવા સારા સ ંજોગા મળી આવે તેપણ તેમાંથી સુખની આશા રાખવી એ વ્યર્થ છે. એક ઋભુરાજા ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને જે માગે તે આપવા કૃપા કરી માગવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે “હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. તારા પરમ અનુગ્રહ (કૃપા) મારા ઉપર હાય તા ૫'વિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હા, એ વર આપ. પરમાત્મા સ્વિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામગત થયા. કહેવાનેા આશય એવા છે કે....કઠણાઈ અને સરળાઈ, શાતા (સુખ) અને અશાતા (દુઃખ) એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તા વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાના પ્રતિબંધ દર્શનરૂપ નથી....પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હા, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધરહિત થાઓ; તે તમારું છે એમ ન માને, અને પ્રારબ્ધયેાગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે.... પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હેાય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું....એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તેા એ સરળાઈ છે, અને એમ જ હા.” (૨૨૩)
દુ:ખમાં ભગવાન વધારે સાંભરે છે. સુખમાં તેા સેાની સાંભરે. માટે દુઃખથી ગભરાવું નહીં. તેથી છૂટવા માટે પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ તમને પરમકૃપાળુદેવની ભક્તિ અને ઉત્તમ વચનામૃત આપ્યું છે તે મરણ સુધી શ્રદ્ધા રાખી આરાધશે। તે આ ભવમાં અને પરભવમાં સુખી થશે.. પ. પૂ. પ્રભુશ્રીજી એટલું બધું ભાર દઈને કહેતા કે અમને પણ ગુરુ ન માનશેા, પણ અમે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માન્યા છે તેને તમે અમારા કહેવાથી ગુરુ માનશે તે તમારું કલ્યાણ થશે. માટે આ જ્ઞાની અને આય જ્ઞાની છે એમ કરવાનું પડી મૂકી, પરમકૃપાળુદેવમાં બધાય જ્ઞાની આવી ગયા એ લક્ષ રાખી એક મત આપડી ને