________________
૪૬૪
આધામૃત
કૃપાળુદેવની કહેલી વાત માન્યા વિના, હૃદયમાં જાગ્રત રાખ્યા વિના કોઈ કાળે મેાક્ષની પ્રાપ્તિ થવી સંભવતી નથીજી, તેા ઢીલ શા કામની ? આ વાત વારંવાર વિચારવા યાગ્ય છેજી. એ જ વિનતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
તા. ૩૧-૩-૪૪
ચૈત્ર સુદ ૭, શનિ, ૨૦૦૦
૪૮૭ તત્ સત્
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના તરંગ;
પુરંદરી ચાપ અનંગ ર'ગ, શું રાચીએ ત્યાં ક્ષણના પ્રસ`ગ ?”
આપના પત્ર એ ભાઈ એના દેહેાત્સર્ગ સબંધી ખેદકારક સમાચારવાળા મન્યેા. કર્માધીન દશામાં પરાધીનતારૂપ દુઃખ એ જ ખરું દુઃખ છે. બીજા પ્રકારનાં દુઃખ તે અવશ્યભાવિ તેને લઈને જ છેજી. માટે મહાપુરુષાએ બીજા ઉપાયાને ગૌણ કરી એક કક્ષયને માર્ગ પસંદ કર્યાં છેજી. સંસારમાં તે માટે ભાગે દુઃખ જ છે, શાતાજનિત સુખ પણ નહીં જેવું જ છે. ખરી રીતે તેા એકાંત દુઃખરૂપ જ સંસારનું સ્વરૂપ પરમકૃપાળુદેવે વર્ણવ્યું છે; તે સમજી નિર'તર સાંસારિક પ્રસંગેામાં ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છેજી. પરાપદેશે પાંડિત્ય’ તે આ જીવે ઘણી વાર કર્યું છે; પણ હવે અંતરમાં સાચી ઉદાસીનતા જાગે, અને આ કલ્પિત વસ્તુનું આટલું બધું માહાત્મ્ય હૃદયમાં વસ્યું છે તે ઝાકળના જલની પેઠે ઊડી જાય, જગતમાન્ય વસ્તુ સાવ તુચ્છ નજરે જણાય અને બધા પરવસ્તુ પ્રત્યે ઢળેલા પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળે એવા ભાવની ઉપાસના મારે તમારે બધાએ વગર વિલ'એ કન્ય છેજી. વમાન પ્રસ’ગા આપણને જાગૃતિ આપવા સમર્થ છે કે આપણા ઉપર જ આવી પડે ત્યારે જાગવું છે ? અન ત પરિભ્રમણના વિચાર કરીએ તે આપણા ઉપર પણ આવા અનેક પ્રસંગો આવી ચૂકયા છે, છતાં જેમ સવાર થતાં ઠંડી પડે ત્યારે ઊડવાને બદલે ચાદર ખે ́ચી ખે'ચીને માથું ઢાંકી ઊંધવા પ્રયત્ન કરતા આળસુની પેઠે તે તે પ્રસ`ગેા પ્રત્યે આંખ આડા કાન કર્યાં છે, મેાહનિદ્રાની મીઠાશ અનુભવી છે, ઝેર જેવું લાગ્યું નથી. આ આદત ફેરવ્યે જ છૂટકો છેજી. જે સામાન્ય વિચારે મનમાં વતા હતા તે સહજ જણાવ્યા છેજી. અમુકને ઉદ્દેશીને લખ્યું નથી, સર્વાંને મારે તમારે હવે તે ચેતવા જેવું છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૮૮
અગાસ, તા. ૧-૪-૪૪
આપનું એક કાર્ડ મળ્યું. આપની સખત બીમારી સંબંધી સમાચાર તથા દાનભાવના દર્શાવી તે જાણ્યું. ઘણી વખત એવી માંદગી શ્રી અનાથીમુનિ જેવાને પરમ કલ્યાણનું કારણ થઈ પડે છે. બીજું કંઈ નહીં તેા અસાર વસ્તુ તે વખતે અસાર – તજવા યાગ્ય – લાગે છે. તેના વિચાર થાય તેા ક્રી તીવ્ર મેહ થવાનું કારણ ન અને. તેવા પ્રસંગ વારવાર સ્મૃતિમાં લાવવાથી તથા એક સદ્ગુરુ અને તેનું શરણ જ તે વખતે ઉપયેાગી છે એ લક્ષ રહે તે વૈરાગ્યનું કારણ બને છે.