________________
૫૫૦
બેધામૃત છે તથા સત્સાધનસંપન્ન જે જીવ છે તેણે તે હવે શૂરવીરપણું ગ્રહીને કર્મની સામે ઝૂઝવું ઘટે છે, કારણકે તેની કુમક(સહાય)માં સશુરુશરણરૂપી દિવ્ય શસ્ત્ર ધારણ કરેલ વિશ્વાસરૂપી કેટી-સુભટ છે. આપને એવા બળવાન ધારીને આપને અચાનક આવી પડેલા કઠણુ ઉદયમાં કેમ રહેલું તે યથાશક્તિ જણાવવા કૃપા કરશે. “ગુપ્ત ચમકાર જ સૃષ્ટિના લક્ષમાં નથી (૨૧-૩૦) એમ પરમકૃપાળુદેવ લખે છે તેને જરૂર કંઈક અનુભવ થે ઘટે છેજ. લાંબી માંદગીમાં છૂટવાના ભાવથી વર્તતા પરમકૃપાળુદેવના આશ્રિત જીવેના પુરુષાર્થ, સહનશીલતા, શ્રદ્ધાની વૃદ્ધિ વગેરે જાણવાની આકાંક્ષા સહજ રહે છે. આવા કઠણાઈના કઠણ કાળમાં જે મુમુક્ષુ સદ્દગુરુશરણને દઢતાપૂર્વક વધતા પરિણામે વળગી રહે છે, અનુભવ-અમૃતથી ઝરતાં પરમકૃપાળુદેવનાં વચને વાંચી વિચારી, યથાશક્તિ અમલમાં મૂકી, તેની પરમ ઉપકારક શક્તિ અનુભવી રહ્યા છે તેમને ધન્ય છે! આવા વખતે તે અનુપમ વચનામૃતે પરમ સત્સંગરૂપ નીવડે છે. એક તે મરણ પ્રસંગ ઝઝૂમતે લાગે તેને વૈરાગ્ય હોય, તથા પરમગુરુનું શરણ જે નિત્યત્વ, અદ્યત્વ, અવિનાશી, પરમાનંદ સ્વભાવના આદર્શને ખડું કરતું હોય તેને લક્ષ બળવાનપણે આધારરૂપ હૃદયમાં દઢ થતું હોય તે કાળ, માસામાં પ્રથમ વરસાદ થાય ત્યારે ખેડૂતને જેમ બધાં કામ કરે કરી ખેતર ખેડીને વાવવાની લગની લગાડે છે, તેની સાથે સરખાવવા જેવો છે. નિકટનું કેઈ સગું મરી ગયું હોય તે પણ ઉતાવળે ઉતાવળે તેને અગ્નિસંસ્કાર કરી પોતાના કામ- ખેડ– ઉપર તે ચઢી જાય છે, તેમ જ લખચોરાશીના ફેરામાં ફરતાં ફરતાં અનેક તાપથી તપી રહેલા આ જીવને મનુષ્યભવરૂપ મેસમ આવી લાગી છે. તેમાં સદ્ગુરુનું શરણ, બોધ, અને વિશ્વાસ – પકડરૂ૫ વરસાદ થતાં રૂડા છે બધેથી વૃત્તિ વ્યાવૃત્ત કરી – ઉઠાવી લઈ, એક આત્મહિત ત્વરાથી કરી લેવા તત્પર રહે છેજી. આવા યેગમાં જે જીવ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયપરવશતા તછ સપુરુષાર્થ આરાધે તે અલ્પકાળમાં પરમશાંતિ અનુભવે. પિતાનું વીર્ય ગોપવ્યા વિના, બને તેટલે સદ્દગુરુશરણે પુરુષાર્થ કર્યા કરે, તેને કઈ પણ કલેશનું કારણ રહેતું નથી. જે મહાપુરુષો કૃતકૃત્ય થયા છે, જેમણે આ શરીરથી કરવા ગ્ય - સાધવાનું સાધી લીધું છે, તે તેની કંઈ દરકાર રાખતા નથી, એ આદર્શ લક્ષમાં રાખી, જ્યાં સુધી આ દેહે કરી આત્મકલ્યાણનું આરાધન કરવાનું બાકી છે ત્યાં સુધી, મુસાફર ગાડાની સંભાળ રાખે છે તેમ, શરીર-સંભાળ પણ કર્તવ્ય છે.
છૂટે દેહાધ્યાસ તે, નહિ ક તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.”—શ્રીમદ્ રાજચંદ્ર
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૧ જ્યાં સુધી જીવને સત્સંગની ભાવના પ્રબળપણે નહીં રહ્યા કરે ત્યાં સુધી અને આ સંસારના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણું કરાવી જરૂરી કર્મબંધન કરાવ્યા વિના રહે તેમ નથી.
જીવની બાહ્યદષ્ટિ હવાથી, સત્સંગનું માહાભ્ય જેવું પરમકૃપાળુદેવના હદયમાં અહેરાત્ર વસ્યા કરતું હતું તે કયાંથી સમજાય? અને ન સમજાય તે વસ્તુની ભાવના પણ થવી મુશ્કેલ