________________
બાધામૃત
અગાસ, તા. ૨૪-૯-૪૫ તત્ સત્
ભાદરવા વદ ૩, સેમ, ૨૦૦૧ "कवीरा यह मन लालची, समझे नहीं गमार।
भजन करनको आलसु, खानेको हुशियार ॥" આપને પત્ર મળ્યો. “દીઠા નહીં નિજ દેણ તે, તરિકે કોણ ઉપાય ?' જિજ્ઞાસુ, વિચારવાન છવ પિતાના દોષો દેખાતાં, તેને છેદવાને ઉપાય વિના વિલંબે કરે છે. જેટલી મુમુક્ષતામાં ખામી છે તેટલી તેના ઉપાયમાં મંદતા રહે છે. આત્મહિતનાં સર્વ સાધનમાં મુખ્ય સાધન સત્સંગ છે એ નિશ્ચય મુમુક્ષુ જીવે અવશ્ય કર્તવ્ય છે એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વ કર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેને લાભ લેવાતું નથી, તેમાં પણ શિથિલપણાને દેષ તે જરૂર જરૂર ટાળવે ઘટે છે. કર્મ ઉદય આવશે એમ મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે! બાકી પુરુષાર્થ કરે તે તે કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખ” (ઉપદેશછાયા)
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૨૫
અગાસ, તા. ૨૮-૯-૪૫ તત્ સત્
ભાદરવા વદ ૮, ૨૦૦૧ તનધર સુખ તે કઈ ન દીઠા, જે દીઠા તે દુખિયા રે, સદ્દગુરુ-શરણ ઉપાસે સુખિયા, મોક્ષમાર્ગમાં મુખિયા રે.
શ્રીમદ્ સદ્દગુરુ દેવને સંભારત આભાર;
હૃદયાનંદ ઉલ્લભાય છે કરી ઉપકારવિચાર. પરમકૃપાળુદેવની તથા તેમનાં વચનેની ઉપાસનારૂપ યજ્ઞ ચાલુ છે.
દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં” (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી જ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છે. એક મુમુક્ષુને પ્લેગની ગાંઠ નીકળી હતી. તેની ઉમ્મર નાની હતી. તેને એક સ્ત્રી અને બાળક હતાં, તેમાં તેની વૃત્તિ મેહને લઈને બંધાયેલી, તે જોઈને તેમના સગા એક મુખ્ય મુમુક્ષુ પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિધ દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા યોગ્ય બેધની માગણીપૂર્વક વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી પુરુષને આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવે છે. સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુ જીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપગ રાખી સદ્ગુરુ આજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છે. અનેક ભવમાં કુમરણ કરતે આવેલ આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જે સમાધિમરણ કરે તે પછીના કેઈ ભવમાં કુમરણ ન થાય એ અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લે છે એવી જેની દૃઢ માન્યતા થાય તેને તેમ થવા ગ્ય છે જ. તે અર્થે જ વાચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના