________________
૫૫૪
બાધામૃત
છે, તે પરમ ઉપકારી પુરુષે અનંત દયા લાવી સ્મરણમંત્ર આદિ ભક્તિનાં સાધન આપેલ છે અને તેનું જે ભાવ-ભક્તિથી આરાધન યથાશક્તિ કરે છે તેનું જરૂર ભલું જ થાય છે. માંદગી એ સમજણની ખરી કસોટી છે. જેમ સગાંવહાલાંમાં મરણ આદિ પ્રસંગે વ્યવહારમાં ખાસ પ્રસંગે, નિકટનાં સગાં હોય તે મુશ્કેલી વેઠીને પણ મદદ કરવા તૈયાર થાય છે અને પિતાનાથી થાય તેટલું કરી છૂટે છે, તેમ આપણે નિકટને સગે તે આત્મા છે, તેને દુઃખના પ્રસંગે આધ્યાન કરી માઠી ગતિમાં જતાં બચાવ અને ધર્મધ્યાન ભણી વૃત્તિ કરાવવી એ આપણી પહેલી ફરજ છે. શરીરનાં કામ, તેની સંભાળ તે બીજાથી બને, પણ ભાવ ધર્મ પ્રત્યે વાળવા, વેદનામાં જતી વૃત્તિ પાછી વાળી સપુરુષ, સત્સંગ, સદ્ધ અને ભક્તિમાં રોકવી અને સદગુરુશરણ મરણપર્યત જીવને ઉપગી છે એ લક્ષ રાખ તે પિતાના હાથની વાત છે, કોઈ બીજું તે કામ કરી આપે તેમ નથી. માટે પરભવને ભય રાખી, ધર્મને અચિંત્ય ચિંતામણિ તુલ્ય ગણી તેમાં વારંવાર વૃત્તિ વાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે.
મુંબઈવાળા પૂ. મણિભાઈ કલ્યાણજીનાં બહેન પૂ. મણિબહેને પર્યુષણ પહેલાં થેડા દિવસ ઉપર દેહત્યાગ કર્યો, તેમની મોટી ઉંમર હતી છતાં માળા ફેરવવાને એમણે એટલે બધે અભ્યાસ રાખેલે કે એમને પથારીમાં સૂતાં હોય તે પણ હાથ માળા ફેરવતા હોય તેમ હાલ્યા કરતે. પૂછે કે શું કરે છે, તે માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે? આટલુંય નહીં કરું? એમ કહેતાં. શું બોલે છે એમ પૂછે તે મંત્ર બેલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી તે ઉપરથી વિશેષ દઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગી પર્યત લીધી હોય તેની સંભાળ ધર્મ જરૂર આખર સુધી લે છે ને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવની પેઠે પિકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શેક-સહિત, વાસના સહિત મરી અધોગતિએ જાય છે. આમ ઘણા પ્રસંગે નજરે જોયા છતાં આ જીવ પોતાની અનાદિની વૃત્તિ પલટાવી, જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, ધર્મનું શરણું કેમ દઢ નહીં કરતો હોય? આ મનુષ્યભવ કમાણી કરવા જેવી ખરી મોસમ છે, તેને શામાં વાપરે છે તે પણ જીવને લક્ષમાં રહેતું નથી. “દેખતભૂલી”માં અનંતકાળ વ્યતીત થયે છતાં તેને વિશ્વાસ જીવ તેજ નથી, અને જેથી જરૂર આત્માનું હિત થાય, આંટા ઊકલે તે જ્ઞાનીને માર્ગ સમજ નથી છતાં સમજવા પ્રયત્ન પણ કરતું નથી. બફમમાં ને બફમમાં હું સમજું છું, મને ખબર છે એમ માની ઠગાયા જાય છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઘરમાં ચાર પેઠા ત્યારે શેઠાણી કહે, કોઈ ખાતર પાડવા પિઠા છે. શેઠ કહે, હું જાણું છું. આ બધી મિલકત લઈ જાય છે, તે કહે, હું જાણું છું. આ ગયા હવે તે કંઈ બૂમ પાડો, ઊઠે, અટકાવે તે પણ કહે, હું જાણું છું. આખરે શેઠાણી અકળાયાં અને કહે, “ધૂળ પડી તમારા જાણવામાં. બધું ગયું તેય તમારું “હું જાણું છું એ ગાફલપણું ગયું નહીં.” આપણને ચેતાવવા આવા ગતકડાં ઘણું તે પરમ ઉપકારી પુરુષ કહેતા, પણ જીવને જાગવાને પ્રસંગ ન બને; એ જ બતાવે છે કે તે પ્રયત્ન કરે છે પણ કંઈક એવી ભૂલ રહી જાય છે કે જેથી આખર