________________
ઉપર
બાધાકૃત
અગાસ, તા. ૨૮-૮-૪૫ જેના હૃદયમાં પરમકૃપાળુદેવની ભક્તિ વસી છે, તે ગમે ત્યાં દેહભાવે છે પણ તેને અંતરના ભાવ તે આ પુણ્યભૂમિમાં જ હોય. પરમકૃપાળુદેવને જાતિસ્મૃતિજ્ઞાન હોવાથી દુકાન ઉપર બેઠા બેઠા પણ તે તે વન, ઉપવન, ગુફા, ધ્યાન-સમાધિનાં સ્થાને, મહાપુરુષના સમાગમ, બેધના પ્રસંગે સ્મૃતિમાં લાવતા. આપણને તે આ જ ભવમાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને સમાગમ થયેલ છે. તે પરમકૃપાળુ પ્રભુશ્રીજીના પ્રસંગે જ્યારે તાજા કરવા હોય ત્યારે થાય તેમ છે. તેમણે આપેલ ઉપદેશ, મંત્ર, ભક્તિ આદિ આજ્ઞાઓનું સ્મરણ જગતનું વિસ્મરણ કરાવી દેવા સમર્થ છે, પણ જીવને જેટલી દાઝ હોય તેટલી તેની કાળજી રાખે. કોઈ સાથે વેર બંધાયું હોય કે તકરાર થઈ હોય તે મહિને બાર મહિને ફરી સંભારે તે જેમ ક્રોધ ફુરી આવે છે તેમ પરમ ઉપકારી, પરમ નિઃસ્પૃહી પરમપૂજ્ય પ્રભુશ્રીજીની સ્મૃતિ કરતાં તેમની અનંત દયા, પ્રેમ અને ઉપકારથી અંતઃકરણ ઊભરાઈ આવે, અને પ્રત્યક્ષ સમાગમ થયા જે જીવને લાભ થાય. પરમકૃપાળુદેવની ભક્તિ કરનારના આત્માને કંઈ જોખમ થાય તે તેની અમે જવાબદારી લઈ એ છીએ, વીમો ઉતરાવીએ છીએ એમ છાતી ઠોકી કહેનાર આપણને આ ભવમાં મળ્યા છે તે તેમણે દર્શાવેલ માર્ગે નિઃશંકપણે વર્તી આત્મકલ્યાણ સદ્દગુરુભક્તિથી સાધી લેવાનું છે.
જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૯-૮-૪૫ તત્ છે સત
શ્રાવણ વદ ૭, બુધ, ૨૦૦૧ “નિવાઇરેટ્રા = વિધા” (સૂત્રતા ૧-૬-૨૪)
“બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.” શ્રીમદ્ રાજચન્દ્ર
ગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે, નિદાન, એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હે માનવી! આત્માને ઉજજવળ કર.” ભાવનાબેધ, શ્રીમદ્ રાજચંદ્ર.
અંતરના જ અનાદિ અંત્ય, કામાદિક અભડાવ રહ્યા, તેને અળગા કરવા ઉદ્યમ ને ઉપદેશ અનેક કહ્યા; તે પણ ગ્ય ભૂમિકા વણ સૌ વહી ગયા વરસાદ સમા,
પકડ કરે છે ઍવ તે બહુ છે એક જ શબ્દ અનુપ ક્ષમા. . પૂ. ને તમારી ભાવના જણાવી. તેમણે વ્યવસ્થાપકની સલાહથી જણાવ્યું કે અહીં કંઈ અડચણ પડે તેમ નથી, પણ જે કંઈ મળી આવે તેથી ચલાવી લેવું જોઈશે. બીજા કેટલાક મુનિઓથી વ્યવસ્થાપકે કંટાળેલા એટલે અનેક પ્રકારની અણજુગતી માગણીઓથી પરસ્પર અસંતોષ થયેલ તેથી એવી વાત તેમણે કરેલી. તમે તે સત્સંગ અર્થે વૈરાગ્યભાવથી આવે છે તે ગમે તે મુશ્કેલીઓ વેઠી શકે તેમ છે. વૈરાગ્યમાં વિશ્વ ઘણુ” એમ એક