________________
પત્રસુધા
૫૫૫
સરવાળે તેની પાસે કંઈ બચું જણાતું નથી. તે ટાળવા હવે કંઈક ઊંડા ઊતરી વિચારવું ઘટે છે અને આખરની તૈયારી માટે વિશેષ તૈયારી કરી રાખવી ઘટે છે, નહીં તે કૃપાળુદેવ જેવાએ પણ ભય દર્શાવ્યું છે કે માઠું થશે માટે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ એ પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ બધાને ગ્રાહ્ય થાય એવી ભાવના સહિત પત્ર પૂર્ણ કરું છું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૧૩
અગાસ, તા. ૧૩-૯-૪૫ હરિગીત – ટળે છે દશા પરિભ્રમણની ! વિશ્વાસ વિણ વિચાર ક્યાં ?
શ્રવણુ વણ ના ઓળખે, ભક્તિ ન ભાવ વિચાર જ્યાં; વાતે વડાં ના થાય' મંડી પડ વિનય-ભક્તિ સજી,
જે જાગશે તે છોડશે; કર સમજ, નિજ ડહાપણ તજી. આપને પત્ર તથા આત્મધર્મ નામે લખાતું છાપું મળેલ છે. આપને વારંવાર તે તરફની વૃત્તિઓના ઉત્તરની ઈચ્છા રહ્યા કરે છે પણ તે બાબત કંઈ લખવું ઠીક લાગતું નથી. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા, “એક મત આપડી અને ઊભે માર્ગે તાપડી.” તેમ.
“પુરા 9 સૌ છે , યુ રીતે જોઈ
__जो घट शोधे आपनो, तो मोसु बुरा न कोई." એવું આલેચનામાં બેલીએ છીએ તે ભાવના બીજા પ્રવર્તન વખતે પણ સ્મૃતિમાં રહ્યા કરે એ હિતકારી સમજાય છેજ. આપના કાનમાં એ તરફના પર્યાય વારંવાર પડે એટલે લાંબું ચડું લખાઈ જાય છે, પણ તે તમારે કોઈ પ્રત્યે વિરોધભાવ પણ નથી એમ સમજાય છે; છતાં જરૂર વગર કોઈની વાત આપણે શા માટે કરવી? અને મોક્ષમાર્ગે ચાલવું હોય તેણે તે પરભાવ અને પરવૃત્તિઓથી તે છૂટવું જ ઘટે છેજી. કંઈ વિકલ્પમાં પડવા યેગ્ય નથી. પરમકૃપાળુદેવે “વચનામૃતમાં શું લખ્યું છે? “આ કાળમાં આટલું વધ્યું ઃ ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ.” આથી વધારે શું સાંભળવું છે? પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રભુએ જણાવેલું કે “હે મુનિઓ ! બાહ્યદષ્ટિ કરશે તે વિક્ષેપને પાર નથી. ઊંડા ઊતરે.” આપણે પણ એ જ લક્ષ રાખ્યા વગર છૂટકે નથીજી. હું તે કંઈ એવું જ્ઞાન ધરાવતું નથી કે બીજાના મનની દશા સમજાય અને તે વિષે હવે નહીં પૂછવા વિનંતી છે જ. આપને કંઈ અસંતોષ જેવું આ પત્રથી લાગે તેની પણ ક્ષમા ઈરછું છું.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૧૪
અગાસ, તા. ૧૪-૯-૪૫ તત સત્
ભાદરવા સુદ ૭, શુક, ૨૦૦૧ સંસારનું સ્વરૂપ સદ્દગુરુના બેધને અનુસરીને વારંવાર વિચારી, તેનું અસારપણું, અનિત્યપણું, અમેહકપણું હૃદયમાં પ્રગટ ભાસે તેમ કર્તવ્ય છે. સત્સંગના વિયેગે પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય તે સત્સંગમાં તે દશા વિશેષ ઉપકારી નીવડે છે. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. અહીં આવવાને વેગ તે પ્રારબ્ધ આધીન છે. જ્યાં હોઈએ ત્યાં યેગ્યતાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છે.