________________
પત્રસુધા
૫૪૯
૬૦૫
અગાસ, તા. ૧૨-૮-૪૫ તત્ સત્
શ્રાવણ સુદ ૪, રવિ, ૨૦૦૧ અંતરના અંત્યજે અનાદિ કાળથકી અભડાઊં રહ્યા, તેને અળગા કરવા ઉધમ ને ઉપદેશ અનેક કહ્યા; તે પણ ગ્ય ટ્યૂમિકાવણ સૌ વહી ગયા વરસાદ સમા,
પકડ કરે જીંવત બહુ છેઃ એક જ શબ્દ અનુપ ક્ષમા.” વિ. આપને પત્ર ગઈ કાલે મળ્યો હતો. વાંચી સમાચાર, મૂંઝવણ જાણી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે. પત્રાંક ૭૧૭ અને ૭૧૬ યથાર્થે વિચારશે તે કંઈક ઉકેલ આવશે એમ લાગે છે. કાળ ફરી ગયો છે વગેરે વિકલપિ બાજુએ રાખી, સપુરુષને જે સનાતન સત્યને બંધ કરે છે તે સમજવા વારંવાર વાંચી-વિચારવા ભલામણ છેy. પિતાની બુદ્ધિને સદ્ગુરુ-બોધને અનુસરનારી પતિવ્રતા કરવી. આ પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચી-વિચારી જે સ્કૂરણ તેને ગબળે થાય તે હદયમાં દઢતાપૂર્વક સાચવી રાખવા વિનંતી છે. જીવનમાં મુશ્કેલીઓ તે ઘણું આવી છે, આવે છે અને આવવા સંભવ છે પણ તેવા પ્રસંગે પરમકૃપાળુદેવનાં વચનને આશય સમજી, તે દ્વારા ઉકેલ આણી તેને ફરમાન પ્રમાણે આપણી વૃત્તિઓ વાળવી છે એટલી જેની શ્રદ્ધા છે, તે ગમે તેવા પ્રસંગમાં પણ પરમાર્થને બાધ ન આવે તેમ વર્તી શકે એમ લાગે છે. મહાપુરુષેએ ગહન પ્રશ્નોના ગહન વિચાર કર્યા છે. આપણું તુચ્છ બુદ્ધિ લૌકિક વાતાવરણને મુખ્ય ગણી, કે વિશેષ સૂક્ષ્મપણે વિચારી શકે તેમ નહીં હોવાથી આગળ વિચારવાનું કંઈ નથી એમ માની, મેં વિચારી લીધું છે એમ માને છે, અને અનુકૂળતા તરફ ઢળી જાય છે, પરંતુ પુરુષના બેધને આધારે ગહનતાને, પરિણામને, સ્વપરહિતનો વિચાર કરી પગલું ભરવું ઘટે છે. લેકપ્રવાહની સામે થવું પડે તે શૂરવીર થઈ સહન કરવું; પણ કઈ પ્રત્યે દ્વેષબુદ્ધિ ન થાય, ખમી ખૂંદવાનું શિખાય અને જ્ઞાનીના માર્ગને અનુસરવા અર્થે વેઠવું પડે છે એ ભાવમાં પણ જે શાંતિ સમાઈ રહી છે તે સમજાય, તેમ વર્તવા ભલામણ છે. કેઈ વ્યવહારુ ચોક્કસ સૂચના આ પત્રમાં નથી, પણ જે વાતાવરણમાં તમારી બુદ્ધિ કુંઠિત થઈ છે તેને વિશાળ, વિચારગ્ય બનાવે તેવી બાબતે પુષ્કળ છે તે વિચારશે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
१०६
અગાસ, તા. ૧૫-૮-૪૫ તત્ સત્
શ્રાવણ સુદ ૭, બુધ, ૨૦૦૧ સહનશીલતા જે સમભાવે ઉરમાં રહી નિરંતર તે, ઉદય આકરે ગભરાવે નહિ, આનંદે જીવ રહે તરતે; સદ્દગુરુ શરણે જૈવન-મરણને, નિશ્ચય અડગ રહે જેને,
અસહ્ય કર્મોના ઉત્પાત, નાટક સમ લાગે છેને. કર્મઉદયને કારણે જીવની શક્તિ પરાભવ કઈ કઈ વખતે પામે છે. પરંતુ જેને સદ્ગુરુને યોગ થયો છે, જેણે તે પુરુષની યથાશક્તિ પ્રેમભાવથી ઉપાસના કરી છે અને કરે