________________
પ૩૮
બધામૃત
“સંસાર-સુખથી રહેજે સદા ઉદાસ રે – સમજી લે; જેમ મધુકર ન કરે ચંપક-વનવાસ રે –- સમજી લે, શ્વાસે શ્વાસે સમરણ કરજે સાર – સમજી લે,
રખે ધરતે તું દેહતણે અહંકાર રે– સમજી લે.” વિ. તબિયત ઘણા દિવસથી બીમાર રહે છે જાણી ધર્મ-સ્નેહને લીધે ખેદ થયે, પણ પરમકૃપાળુદેવે કહ્યું છે – “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) તેની સ્મૃતિ સર્વ વિષમતા શમાવી દે તેવી છેજ. જ્યાં નિરૂપાયતા, ત્યાં સમતા એ જ આધારભૂત છે. શ્રી હેમચંદ્ર આચાર્યે લખ્યું છે કે સ્વર્ગ તે દૂર છે અને મોક્ષ કે તેથી પણ દૂર છે, પરંતુ સમતા એ મોક્ષની વાનગી છે. જે જીવ સમભાવ સેવે તે તેને તુર્ત ફાયદો સમજાય છે. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણું સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે.” (૪૬૦) આવાં પરમકૃપાળુદેવનાં વચને આ વખતે આધારભૂત છે.
હમેશાં પુરુષાર્થપરાયણ રહેવું. બીજા હોય ને સ્મરણ વગેરે બેલે તે તેમાં ચિત્ત રાખવું, નહીં તે આપણે વેદનામાં જતી વૃત્તિને વાળીને સ્મરણમાં રોકવી. એમ વારંવાર કાળજીપૂર્વક કર્યા કરવાથી તે અભ્યાસ થઈ જશે એટલે સહેજે કઈ હોય કે ન હોય પણ મને સ્મરણમાં જ લાગેલું રહેશે. જેટલું જીવન બાકી હોય તે પરમકૃપાળુદેવને આશ્રયે ગાળવું છે અને અંતે પરમકૃપાળુદેવને આશ્રયે જ દેહ છોડે છે એવી દઢ ભાવના હદયમાં રાખી, તે શરણ જ જીવન છે તેમાં વૃત્તિ રહેવાથી આનંદ અનુભવાશે. જ્ઞાની પુરુષની આજ્ઞા - સહજાત્મસ્વરૂપ પરમગુરુ – મારે માન્ય છે, બીજું કંઈ મારું નથી અને કંઈ કામનું નથી. તે આજ્ઞા સહિત જ દેહ છેડ છે. આખરે મને એ જ લક્ષ રહે, અંતે બીજું કંઈ માનીશ નહીં. પરમગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા – સહજત્મસ્વરૂપ પરમગુરુ – માં વૃત્તિ રાખી દેહત્યાગ થાય તેને સમાધિમરણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે, માટે એ જ લક્ષ મને ક્ષણે ક્ષણે રહો. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ ખરું વ્રત છે, તેમાં બધું સમાય છે. હિંમત હારવી નહીં. પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ, ઉલ્લાસભાવ અને આશ્રયભાવ વધારતા રહેવા ભલામણ છેજ. જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું, પછીનું પરમકૃપાળુદેવને સેંપવું. જે પરમકૃપાળુદેવે આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે, અનુભવે છે, તે જ મારો આત્મા છે. તે વિષે મારે કંઈ કલ્પના કરવી નથી. મને જે સાધન મળ્યું છે તેનું આરાધન એ જ મારું કામ છે. દેહ સંબંધી, કુટુંબ સંબંધી, દેવલેક આદિ સંબંધી કંઈ વિકલ્પ નહીં કરતાં–
શ્રી સદૂગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ-સ્ત્રી-પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર
આ ભાવ ઠેઠ સુધી રાખતા રહેવા ભલામણ છેજ. કઈ પ્રત્યે રાગ કે કઈ પ્રત્યે દ્વેષ એ જ બંધનું અને જન્મમરણનું કારણ છે. થયેલા રાગદ્વેષની સર્વ પાસે ક્ષમા ઈચ્છી નિરંતર ઉદાસીનતાને ક્રમ આરાધવા ગ્ય છેજ.