________________
૫૪૪
બેધામૃત શું સમજાવવું હતું. બીજાને તેને ખ્યાલ આવે મુશ્કેલ છે પણ જેને અર્થે તેવી ચેષ્ટાઓ કરેલ હોય તેને કાળે કરીને ઘણું લાભનું કારણ થાય છે ત્યારે તે ફળ ઉપરથી, તે બીજ વાવનારનું મહાભ્ય સમજાય છે અને અત્યંત ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે. ટૂંકામાં કલ્પનાથી જીવનું કલ્યાણ નથી. દશા વધારવાની જરૂર છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ દ્વારા દશા વધી શકે માટે તેને વિશેષ લાભ થતું જાય તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૯૭
અગાસ, તા. ૨૦-૭-૪૫ તત્ ૐ સત
અષાઢ સુદ ૧૧, શુક્ર, ૨૦૦૧ આપ વારંવાર પત્રમાં મહામુનિને એગ્ય ઉપમાઓ આ સેવક પ્રત્યે લખે છે, તે વાંચી તેવા ગુણો પ્રાપ્ત કરવા ભાવના કરવા સિવાય કંઈ મારામાં તેવી યોગ્યતા ન છતાં તમારા ભાવ અખંડિત વર્ધમાન થવાની અંતરંગ ભાવનાથી કંઈ લખતા નથી, પણ આજ તે ખરા દિલથી ખમાવવાનો પ્રસંગ જાણીને કહું છું કે એક સામાન્ય મુમુક્ષુભાઈ ગણી પત્રવ્યવહાર કરવા વિનંતી છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તેમ જ ૫. ઉ. ૫. પૂ. લઘુરાજ સ્વામીજી પ્રત્યે આપને કઈ રીતે ભક્તિભાવ જાગ્યું જાણું પ્રસન્ન છું, તે કલ્યાણનું કારણ છે એમ પણ સાથે જણાવું છું. સાથે એક અડગ શ્રદ્ધા પરમકૃપાળુદેવમાં રાખવાથી પરમ કલ્યાણ છે, તેમાં કંઈ શંકાનું કારણ નથી તે જણાવવા, પ. પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં ચોમાસું કરેલ તે વખતે પર્યુષણમાં કરેલ બેધમાંથી કંઈક લખું છું
“સાચ ઉપર વાત આવી છે . જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તે દેવગતિ તે છે જ.” (જુઓ ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૨૭૧-૨૭૩)
આ બધું જેણે નજરે જોયું છે, તેને તે મરણપર્યત ભુલાય તેમ નથી. એ જ દષ્ટિ મુમુક્ષુએ કર્તવ્ય છે”. 1 તા. ક. – પરમકૃપાળુદેવના લખેલા પત્રોની મૂળ નકલે જેટલી પરમકૃત પ્રભાવક મંડળમાં સચવાઈ રહેલી તે બધાના ફેટા પડાવી આશ્રમમાં આપ્યા છે. સાત ભાગ વચનામૃત જેવડા છે, તે કૃપાળુદેવને “અક્ષરદેહ દર્શન, શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા યોગ્ય છેજી.
૫૯૮ અગાસ, અષાઢ સુદ ૧૩, રવિ, ૨૦૦૧ એક મહાત્માએ પિતાના શિષ્યોને છેલ્લી શિખામણ આપતાં જણાવ્યું છે કે “કેઈને સંગ કરવા યોગ્ય નથી, છતાં તેમ ન બને તે સત્સંગ કરે, કેમ કે તે અસંગ થવાની દવા છે. કઈ પણ ઈચ્છા કરવા યોગ્ય નથી, છતાં ઈચ્છા વિના ન રહેવાતું હોય તે એક મેક્ષની ઈચ્છા કરવી, કેમ કે તે પણ ઈચ્છારહિત થવાની દવા સમાન છે.”
“ક્યા ઈચ્છત? ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”– શ્રીમદ્ રાજચંદ્ર
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ