________________
૫૩૯
પત્રસુધા જહાં રાગ અને વળ દ્રષ, તહાં સર્વદા માને ક્લેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ; સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” (૧૦૭)
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૯
અગાસ, તા. ૩૦-૬-૪૫
જેઠ વદ ૫, ૨૦૦૧ જેને ધર્મની ગરજ જાગી છે, તેનું કલ્યાણ થવા ગ્ય છેજીપરમકૃપાળુદેવનું શરણ મને, તમને અખંડ એકધારાએ સદાય રહો. કાયા-વચનથી પૂર્વ પ્રારબ્ધ અનુસાર વર્તવું થાય છતાં ભાવ તે પરમકૃપાળુદેવના ચરણમાં રમ્યા કરે એવી ભાવના અને વર્તના યથાશક્તિ કાવ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ પલટાઈ જાય છે તે હજી જીવની ખામી દર્શાવે છે. બાહ્ય પ્રસંગેની પ્રીતિ સાવ ઘટી જઈ વૈરાગ્ય, ઉદાસીનતા, વિરહવેદના, પ્રેમભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વત્ય કરે તેવા પુરુષાર્થની જરૂર છે જી.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૯૦
અગાસ, જેઠ વદ ૫, શનિ, ૨૦૦૧ પ. પૂ. કૃપાળુદેવે કહ્યું છે “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા” (૧૫) આટલું જે સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તે તે જીવ પરમકૃપાળુદેવને શરણે આખરે ઘણી શાંતિ પામે, એમ સમજાય છેજ. પરિગ્રહની બળતરા કષાયના પિષણનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પિઠે તડફડે છે, અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી પુરુષના આશ્રિત જીવ બચવા પ્રયત્ન નહીં કરે તે બીજા શું કરી શકશે ? મનમાં જે લેભવૃત્તિ છે, મૂછભાવ છે, મમત્વ છે તે મંદ ન થાય તે તે મુમુક્ષતા કેમ કે ? કંઈ પણ ગ્રહણ કર કર કરવાની વૃત્તિ રહે ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલે રહે? તે સર્વ વિચારશોજી. વિચારીને આત્મહિત, અસંક્લેશભાવ પ્રગટે તેમ વર્તવા વિનંતી છે . શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૯૧
અગાસ, તા. ૧-૭-૪૫ તત કે સત્
જેઠ વદ ૬, રવિ, ૨૦૦૧ હરિગીત – હે ભાઈ, જર મનમાં વિચારે કેમ આવ્યે હું અહીં ?
ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તે છ નહીં? બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે,
એ કાળજી પર કાળજે, જીવન ગુજારું આ ભવે. આ કાળના અલ્પ આયુષ્યનાં ઘણાં વર્ષો તે વહી ગયાં તેમાં કંઈ સાર્થક થયું નહીં. હવે જે કંઈ બાકી છે, તેમાં જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે તે જીવનના અંત સમય સુધી ટકી રહે તો તે મહાપુરુષને આશ્રયે આ દેહ છૂટે અને સ્વરૂપસ્થિતિ અલ્પકાળમાં થાય