________________
४८१
પત્રસુધા કેવળજ્ઞાન.” ફૂલ નહીં તે ફૂલની પાંખડી વડે ભાવ કરવાના છેછે. આપણે શું કરી શકીએ તેમ છીએ?
“હું પામર શું કરી શકું? એવો નથી વિવેક
ચરણશરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.” એવા નમ્ર, નિરભિમાની ભાવે પરમકૃપાળુદેવ પ્રત્યે કાલાવાલા કરી જેમ ઘરમાં પરમકૃપાળુદેવ પધરાવે છે તેમ હદયમાં પણ તેમનાં વચને અને તેને આશય સંસ્થાપિત રહે તેવી ભાવના ભાવતા રહેવા ભલામણ છેજ. |
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૫૧૨
અગાસ, તા. ૯-૭-૪૪ પરમકૃપાળુદેવને પરમ ઉપકાર જેમ જેમ તેમનાં વચને વારંવાર વંચાય છે તેમ તેમ વિશેષ વિશેષ સ્કુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે “મેક્ષમાર્ગ બહુ લેપ” થયેલે તે “ભાખ્યો અત્ર અગો” પ્રગટ કર્યો. એના ગબળે અનેક જીવ સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણે પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચન પર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે આપણે આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ધરાઈને જેણે અમૃતપાન કર્યું છે એવા શ્રી લઘુરાજસ્વામીને પણ પરમ ઉપકાર છે કે જેમણે પિતાને અલભ્ય લાભ થયે તે સર્વ આ કાળના જિજ્ઞાસુ છ પામે એવી નિષ્કારણ કરુણાથી આખર વખતે પિતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બધવચનમાં પિતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેને લાભ મળ્યા કરે તે અર્થે જ જણાવું છું –
“સર્વ શાને સાર, તને સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીધું છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તે કહું. “વીસ દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બેલાય તે પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! જ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રેજ કરવી જ. દરજીને છોકરે જીવે ત્યાં સુધી સીવે', એ તે ખોટી વાત છે પણ તેમ છતાં સુધી આટલું તે કરજો જ. તેથી સમાધિમરણ થશે. સમકિતને ચાંલે થશે. વધારે શું કહું ?....આ અવસર જે તે જાણશે નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે? તેનું માહામ્ય કહ્યું જાય તેમ નથી. “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે.” એની વાત, એને વિચાર, એના ઉપર પ્રેમ-પ્રીતિ ભાવ થાય છે, ત્યાં કેટિ કર્મ ખપે છે. પર્યાયદષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.” (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૮૮-૮૯)
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
31