________________
બેધામૃત
૪૮૪ કરેલું જ બુદ્ધિમાં બેસાડવું છે, તેણે કહેલું જ માનવું છે ન સમજાય તે પણ તેના વચને, આજ્ઞા ઉપાસતાં જીવનું કોટીગમે કલ્યાણ છે એટલી અટળ શ્રદ્ધા કરી રાખવી છે. માર્ગ સાચે છે એટલે જેણે નિર્ણય કર્યો છે તેને માર્ગે ચાલવાનું બળ રે છે; નહીં તે જીવ નિરાશ થઈ જઈ શિથિલ બને છે. માટે વાચન, વિચાર, ચર્ચા બધાને પાયે સહ્રદ્ધા છે અને તે જ પિવાય તેવા બીજા ઉપાય લેવા ઘટે છેજ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આ જ દૃષ્ટિ કરાવવા ઘણાં વર્ષ સુધી અથાગ શ્રમ લીધે છે. બીજું બનો કે ન બને, પણ પરમકૃપાળુદેવ અને તેનાં વચન તથા તેના આશ્રય પ્રત્યે જેને ભક્તિ જાગી છે તેનું જરૂર કલ્યાણ થવાનું છે એ માન્યતા દેઢ અચળ કરી દેવાની છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૧૬
અગાસ, તા. ૮-૮-૪૪ તત્વ કે સત્
શ્રાવણ વદ ૪, મંગળ, ૨૦૦૦ આપને શેકસમાચારવાળે પત્ર પ્રાપ્ત થયે. ઘણું પુણ્યના સમૂહથી આ માનવદેહરૂપી હેડી ખરીદેલી છે, તે ભવસાગર તરવા માટે જ છે, માટે તે તૂટી જાય તે પહેલાં પેલે પાર પહોંચવાને પ્રયત્ન આપણે બધાએ કરી લે ઘટે છેજ. “આમ અચાનક આયુષ્ય તૂટી જાય છે એ સચેટ ઉપદેશ આપવા જ જાણે તે ભાઈ મરણને શરણ થઈ આપણને ઉપકારી થયા છે; તે આપણે હવે આ મેહનીંદમાંથી જાગ્રત થવું ઘટે છે, પ્રમાદ તજી સ્વરૂપસાધના તરફ વિશેષ વૃત્તિ વાળવી ઘટે છેજ. જેને માટે ગૂરવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે તેની ગૂરણે જીવ કરતું નથી અને જેમાં આપણું કંઈ વળે નહીં, માત્ર આધ્યાન થાય એવા પ્રસંગમાં મેહને લઈને ગૂરે છે તેવી આપણી અંધદશાની કરુણ આણું તે મહાપુરુષ ઉપદેશ છે કે – “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલ છે અને એ વાકયમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ ગૂર્યા વિના માર્ગની દિશાનું પણ અ૫ ભાન થતું નથી.” (૧૫)
દેહ ઇંદ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે, તે મેળવવા, સાચવવા કે તેને નાશ થતાં તેની ગૂરણ કરવામાં જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થને વિચાર કે ભવ-પરિભ્રમણને ત્રાસ તેને સાંભરતું નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મરછર ગણગણતે હોય તે તેની તરત કાળજી રાખી ઉરાડી મૂકે છે, પણ માથે મરણ ઝપાટા દઈ રહ્યું છે તે કયારે ઝડપી લેશે તેને નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે એ કેટલું મૂઢપણું છે? સાપના મુખમાં પકડાયેલ દેડકે પાસે ઊડતા મરછરને પકડવા મેં પહેલું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી ભેગમાં વૃત્તિ રમાડ્યા કરે છે એને વારંવાર વિચાર કરી જ્ઞાનીપુરુષએ આદરેલે પુરુષાર્થ, સહન કરેલા પરિષહે અને આપેલા ઉપદેશ તથા સત્સાધને, તેનું માહાસ્ય વારંવાર હૃદયમાં લાવી, તેમને પગલે પગલે ચાલવાની ભાવનાથી તેમણે બેબેલે માર્ગે હવે તે નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છેજી. હવે તે ઈન્દ્રિયેનાં તુરછ સુખમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય તેમ કર્તવ્ય છે. અનંત ભવમાં