________________
૫૧૦
બધામૃત
૫૫૧ આહેર, માગશર વદ ૨, રવિ, ૨૦૦૧ કેટલું જીવવાનું છે તે આપણને ખબર નથી. જગતના ફેરફારે કેવા થવા નિમાયા છે તેનું અનુમાન પણ થઈ શકતું નથી. રાજા કે રંક બધા દુઃખી દેખાય છે. આ યુવાન અવસ્થા રહેવાની નથી અને કાળના મેંમાં બેઠા હોઈ એ તેમ છે. તે જેટલું જીવવાનું આ મનુષ્યભવના આયુષ્યમાંથી બાકી હોય તેને મોટો ભાગ પરભવનું ભાથું બાંધવામાં જાય, પાપકર્મોથી દૂર થવાય, જ્ઞાનીની આજ્ઞા પ્રાણ જતાં પણ ન તૂટે અને યથાશક્તિ ભક્તિભાવ, દાન, શીલ, તપ અને ભાવનામાં ગળાય તે તેનું કેવું સારું પરિણામ આવે ?
અસાર સંસારમાં જે વિશ્વાસ રાખે છે, સુખ માને છે તે મુમુક્ષુ નથી. તેને મોક્ષે જવું ગમતું નથી. પણ જે સંસારથી, જન્મમરણ આધિવ્યાધિઉપાધિથી, કષાયક્લેશથી કંટાળી સંસારને બળતા ઘરની જેમ તજવા તત્પર છે, છૂટવાને માર્ગ જ ખેળે છે અને તેને ઉપાસવા મથે છે તે તરવાને કામી, મુમુક્ષુ કે વિચારવાનો જીવ કહેવા યોગ્ય છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” – એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી, તે મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે? તેથી વિચારવાની છે તે ક્ષણે ક્ષણે મરણ સંભારવા ગ્ય છે. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છે.જી.
જે કોઈ જોષીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી વાત છે તે કેટલી બધી ચેતવણી જીવ રાખે છે! દેવું કરે નહીં, કેઈ મોટાં કામ હાથમાં લે નહીં, કંઈક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીને જીવને આવે છે; પણ સપુરુષે પિકારી પિકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જે છે; બે દહાડા રહ્યો ન રહ્યો ત્યાં તે મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલે આવ્યો છે અને નહીં ચેતે તે ખાલી હાથે એકલે ચાલ્યા જશે. માટે આ નાશવંત દુઃખની મૂર્તિ જેવા દેહમાં મહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લેકમાં રાશી લાખ છવાયોનિમાં જીવ રઝળે, અનંત દુઃખ ભેગવ્યાં પણ પિતાને આત્મા સમીપ છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યાં છતાં જીવ પ્રમાદ છોડે નહીં તે કોઈ કાળે કલ્યાણ થાય નહીં. કર્મ બાંધવામાં જીવ શૂરે છે. કર્મ આવે એવાં કારણે મેળવે છે પણ કર્મ છૂટે એવી પરમકૃપાળુદેવની કોઈ શિખામણ લક્ષમાં લેતું નથી, તે તેની શી વલે થશે? અનંતકાળથી કડાકૂટ કરતું આવ્યું છે, કર્મને ભાર વધારો આવે છે, તેથી નિવૃત્ત થયા વિના, કંઈ અવકાશ લઈ સંયમ આરાધ્યા વિના જીવને શાંતિ કયાંથી આવશે? માટે એક પરમકૃપાળુદેવ એ જ એક મારા તે સાચા સ્વામી છે, તે મને ભવભવનાં દુઃખમાંથી ઉદ્ધાર કરનાર છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તે મરણ જેવા ભયંકર દુઃખના પ્રસંગે પણ તે છોડીશ નહીં. તેને જ આશરે જીવવું છે અને તેને જ આશરે