________________
પર
બેધામૃત નિત્યનિયમ વગેરેને નિયમ લે હોય તે તેમ લે. કોઈને તે બાબતમાં ગુપ્ત રીતે પણ આગ્રહ કે ભારે શબ્દોમાં દબાવીને કહેવું ઘટતું નથી. તેની જેટલી જિજ્ઞાસા હોય તે પ્રમાણે અલ્પ પણ સાચા પુરુષની આજ્ઞા છવ ઉઠાવશે તે ભવિષ્યમાં વિશેષને માટે યોગ્ય થશે.
પ૭૦
અગાસ, તા. ૧૬-૩-૪૫ - તત્ સત્ અધિક ચૈત્ર સુદ ૩, શુક્ર, ૨૦૦૧ સત્સંગની ભાવના રહ્યા કરે છે તથા સ્મરણ કર્યા કરે છે એમ જાણી સંતોષ થયે છે. આ ભવમાં સાચા પુરુષની શ્રદ્ધા તેમ જ તે પરમપુરુષનું શરણ મરણ સુધી અનન્ય ભાવે જે ટકાવી રાખશે તેને આ દુષમકાળ પણ ચેથા આરા જેવું છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક પત્રમાં મુમુક્ષુ જીવને શિખામણ લખેલી તે આપને લક્ષમાં રહેવા નીચે લખું છું જીઃ
ઉદયને સમભાવે વેદવો એ જ્ઞાનીને સનાતન ધર્મ છે. પ્રારબ્ધ એટલે પૂર્વે ઉપજેલાં કર્મ; પુરુષાર્થ એટલે પ્રારબ્ધને વિષે હરખ-શેક ન કરે તે.”
૫૭૧
અગાસ, તા. ૨૩-૩–૪૫, શુક હરિગીત – રે! સેંકડે કામ વડે વ્યાકુળ થઈ જે મન બળે,
પામે નહીં શાંતિ કદી, ઈરછા છતાં કોઈ સ્થળે હૃદયે રહેલું સ્વરૃપ પણ પામે નહીં તે જન અરે !
જે સારભૂત વિચાર તŠ પરના વિચાર કર્યા કરે. (હદયપ્રદીપ) તમારો કાગળ મળે. ક્ષમાપનાના ભાવ વાગ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છું. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તે તૈયારી કરી તે વહેલે સુખી થશે. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એ સિદ્ધાંત હેવાથી ખમી ખૂદવું, નિર-મૈત્રીભાવ ધારણ કરે અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છે જી.
પરમકૃપાળુદેવને જેણે હૃદયમાં ઉરચ સ્થાન આપી તેનું જ સાચા અંતઃકરણે શરણું સ્વીકાર્યું છે અને તે પણ સંતના કહેવાથી, તેની સાક્ષીએ જે આશ્રય ગ્રહણ થયેલ છે તે તેનાં અહોભાગ્ય છે. દેહ અને વેદનાઓ આવી અને આથી અનંતગણુ જીવે જોઈ છે. માત્ર તેને અવગણ, કેવળ અર્પણભાવ મરણ સુધી ટકાવવાનું જીવ શીખે નથી, તે આ ભવમાં કરી લેવાનું છે. ગમે તેવા પ્રસંગે, અસાધ્ય વેદનીમાં પણ “નબદું નબદું તે નબદું” દેહ અને દેહની સર્વ અવસ્થાઓથી ભિન્ન મારું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે અને તેમ કરી બતાવ્યું છે તે હવે તે માથું મૂકીને તે જ માનું, તેને જ શરણે જવું અને તેને જ શરણે મરું; પણ બીજા ભાવે મારે મારા માનવા જ નથી. જે સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, પ્રગટ તે જ રૂપ થયા છે, તે જ મારું સ્વરૂપ છે એ નિઃશંકપણે માનું છું. તેની સ્મૃતિ માટે મને અનંત કૃપા કરી સંત મહાત્માએ સ્મરણ આપી જે ઉપકાર કર્યો છે તેને બદલે કઈ રીતે વળે તેમ નથી. માત્ર મરણના છેલલા સમય સુધી તેને વિસારું નહીં એ જ એને વિનય,