________________
પત્રસુધા
પર૩ ઊંઘતાં, વિચારતાં કે એકાએક પણ જે ભાવે પૂર્વે વિશેષ સેવાયા હોય છે તે વગર વિચાર્યું પણ ફુરી આવે છે.
સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય?” તેમાં જણાવ્યા પ્રમાણે જીવે ઘણાં સાધન, એકાંત સેવન, ગિરિગુફાઓ, સંથાર વગેરે કરેલ છે, છતાં જે ખામી રહી ગઈ છે તેને લઈને જન્મવું પડ્યું છે. માટે સત્સાધન સમજવામાં આ ભવમાં ભૂલ ન રહી જાય તેમ કર્તવ્ય છેજ. તેને અર્થે સત્સંગ, સવાચન, સદ્દવિચાર, સદ્દગુરુની આજ્ઞાનું આરાધન, ગુરુકુળવાસ આદિની જરૂર છેજી. દેહાદિ પદાર્થો કરતાં અનંતગણ કાળજી આત્માની રાખવા પરમકૃપાળુદેવે ફરમાવ્યું છે, તે વારંવાર વિચારી યથાશક્તિ આચરવા ગ્ય છે. બધું એક દિવસે બનતું નથી, પરંતુ લક્ષ તે જ રાખવે ઘટે છે. બને તેટલું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના કર્યા કરવી તે અનુકૂળ સંગો સાંપડશે તે ભાવના જરૂર સફળ થશેજ. જેવી જેની ભાવના હોય છે તેવી તેને સિદ્ધિ વહેલીમડી મળે છે જી.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૮
અગાસ, તા. ૧૨-૭-૪૫ તત્ સત્
ફાગણ વદ ૧૩, ૨૦૦૧ “હે મહાયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ.” (હા. નં. ૨-૧૯)
"अविनाशी आतम अचल, जग तेथी प्रतिकूल ।
__ ऐसो ज्ञान विवेक हैं, सब साधनको मूल ॥" જગત તે જેવું દેખશે તેવું કહેશે, પણ મુમુક્ષુ જીવ બીજાના અભિપ્રાય કરતાં પિતાના આત્મહિતને લક્ષ રાખી પિતાના મનને અહિતમાં જતું અટકાવવા બળવાન પુરુષાર્થ કરે છે. મનને આધારે બંધન કે મોક્ષ થાય તેવું ચિંતવન બને છે અને નિમિત્તાધીન મન હોવાથી સારા નિમિત્તમાં જોડી રાખે છે તે તેફાન કરે નહીં, પાપમાં પ્રવર્તે નહીં. આખો દિવસ સ્મરણમાં મનને ગમે નહીં અને બીજે ભટકે, માટે કંઈ ને કંઈ શુભવૃત્તિમાં જોડી રાખવા ભલામણ છેજ. સાજા હોઈએ ત્યારે તે ધંધા વગેરેમાં મન જોડાવાથી અશુભમાં જવાને પ્રસંગ એ છ રહે, માટે માંદગીને વખતે વિશેષ બળ કરીને પણ ભક્તિ વગેરેને કમ યથાશક્તિ રાખ ઘટે છેજી. તાવ ચડ્યો હોય કે તદ્દન અશક્તિમાં વખતે નિત્યનિયમ ન બને તેપણ મનમાં ખેંચ રાખવી કે અત્યારે ન બન્યું તે તાવ ઊતરતાં પણ નિત્યનિયમ કરી લઈશ. પરમકૃપાળુદેવની સાક્ષીએ આજ્ઞાએ નિયમ લીધેલે પાળો જ ઘટે છેજ. કોઈ વખતે ન બને તે પશ્ચાત્તાપ રાખ પણ તેવી ટેવ પડી ન જાય – આજ્ઞાભંગ ન થાય તે ઘણો લાભ થવા ગ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૯
અગાસ, તા. ૧૨-૩-૪૫ પૂ. ને પરમકૃપાળુદેવની સમક્ષ તેમની આજ્ઞાની સમજ આપી સાત વ્યસન, નિત્યનિયમ, સ્મરણ પણ ભાવના હોય તે જણાવવા હરક્ત નથી. પણ જેને હાલ સમરણ વિના