________________
૫૨૧
પત્રસુધા ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન.” “સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ;
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.” રેજ લાખ વાર વીસ દોહા બેલાય તેય ઓછા છે, એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. “પ્રભુ પ્રભુ લય લગાડવાની છે. પુરુષાર્થ કર્યો જઈશું તે જરૂર જેવું કારણ મળશે તેવું કાર્ય થશે જ. “ખામી નહીં મુજ ખિજમતે, કદીય હશો ફલદાતા રે.” આપણામાં ખામી છે તે દૂર કરવા દઢ નિશ્ચય કર્તવ્ય છેજી. તેમ થશે તે ફળ માંગવું નહીં પડે. આપઆપ પ્રભુ પ્રસન્ન થશે. મારે તમારે ભક્તિ પુરુષાર્થ હજી વિશેષ વિશેષ દઢ કરવાની જરૂર છે. જે ખામીથી મૂંઝવણ થાય છે, તે ખામી પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ બતાવેલ માર્ગે પુરુષાર્થ કરતાં દૂર થશે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) એ તેમની આજ્ઞા શ્રદ્ધાપૂર્વક વિચારી હૃદયમાં અંકિત કરશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૬
અગાસ, તા. ૧-૩-૪૫ તત છે. સન
ફાગણ વદ ૨, ગુરુ, ૨૦૦૧ ક્ષમા કરે ભગવંત ભૂ બહુ, ભ્રાંતિ હરો ચિરકાળ તણી, સત્યસ્વરૂપ વિષે સ્થિરતા ઘો, સદ્ગુરુ રાજ ઉદાર ધણી; ભાન નહીં ભગવંત મને કંઈ, શુદ્ધ સ્વરૂપ સદાય ચહું,
તુજ કરુણથી ભવભવનાં હું કિલષ્ટ કર્મ ક્ષણમાંહિ દહે. આપના પત્રમાં શુભ ભાવના તથા પિતાના દોષ દેખી કંટાળવા જેવું લખ્યું છે, તે એક રીતે યોગ્ય છે. મુમુક્ષુતાની શરૂઆત જ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતાથી થાય છે. પિતાના ગુણને બદલે દોષ દેખવાને અને તેને દૂર કરવાને પુરુષાર્થ જે કરે છે તે ધન્યવાદને પાત્ર છે. પણ ખેદ તે કઈ રીતે કર્તવ્ય નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) જય પામવાને માર્ગ પરમકૃપાળુદેવે એ પત્રમાં પ્રગટ કહી દીધું છે અને તે વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે એમ પણ જણાવ્યું છે. “ધીંગ ધણી માથે કિયા રે, કુણું ગંજે નર બેટ, વિમલ જિન” એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને મુખેથી ઘણી વખત સાંભળ્યું છે. વળી તે એમ પણ કહેતા કે કર્મ તે બકરાં છે. સિંહની ત્રાડ સાંભળે તે ગમે તેટલાં એકઠાં થઈ ગયાં હોય પણ બધાં ભાગી જાય, તેમ કમનું ગમે તેટલું પ્રબળપણું વર્તમાનમાં જણાતું હોય તે પણ તેની સામે થવાને જીવનો નિશ્ચય થયે તે ગમે ત્યારે વહેલેડે તે કર્મને તે જવું જ પડશે. અને આત્મા તે ત્રિકાળ અબાધિત રહેનાર છે. તેને વાંકો વાળ કરવા કોણ સમર્થ છે? માત્ર જીવ પરવસ્તુની મહત્તામાં વીર્યહીન થઈ તેની જ રટના કર્યા કરે છે, તેની ગૂરણા કર્યા કરે છે, તેને સંભાર્યા કરે છે ત્યાં સુધી પિતાના તરફ દષ્ટિ દેવાતી નથી. એવા મૂંઝવણના પ્રસંગે જેમ જનક વિદેહી સદ્દગુરુ શ્રી અષ્ટાવક્રનું શરણ ગ્રહતા તેમ આપણને પરમકૃપાળુદેવની પરમ